બોડેલી કેન્દ્રનુ 71.44ટકા પરિણામ આવ્યું છે. તેમાં 1278 પરીક્ષાર્થી માંથી 913 પાસ થયા છે.સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માં બોડેલી શેઠ એચ એચ શીરોલાવાલા હાઇસ્કુલ ની વિદ્યાર્થિની બોડેલી તાલુકાના અલીખેરવા ની મોક્ષા ભગત 99.95 પી આર સાથે અવ્વલ રહેતા શાળા,નગર અને સમાજ નુ ગૌરવ વધાર્યું છે જ્યારે બોડેલીની શીરોલાવાલા હાઈસ્કૂલ નુ 72.48 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 378 પરીક્ષાર્થી માંથી 274 પાસ અને 104 નાપાસ થયા છે. જેમાં બોડેલી કેન્દ્ર સાથે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા માં પ્રથમ નંબર થી ભગત મોક્ષા અલ્પેશભાઈ ના 579 ગુણ સાથે ,99.95 પી આર અને 96.50 ટકા આવ્યા છે. બીજા ક્રમે ચૌધરી કુંજ જગદીશ ભાઈ 551 ગુણ સાથે 98.98 પી આર અને ત્રીજા ક્રમે રાઠવા કૃતિ બુદ્ધિ સાગર 526 ગુણ સાથે 97.03 પી આર અને 87.66 ટકા આવ્યા છે.
બોડેલી વિદ્યાર્થીની મોક્ષા ભગત જિલ્લામાં પ્રથમ આવી શાળાનું ગૌરવ વધાર્યું હોય શાળાના સુપરવાઈઝર I ગજજર સાહેબે મોમેન્ટો આપી તેનું સન્માન કર્યું હતું શાળાના આચાર્ય જે. આર શાહ સાહેબતથા કમિટી ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી શ્રી એ શુભેચ્છા પાઠવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


