Gujarat

સમીના કનીજ-ગોચનાદ રોડ પર જીપ ડાલામાંથી પડી જતાં ૨ લોકોના મોત થતા ૨૨ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ
સમી તાલુકાનાં કનોજથી ગોચનાદ તરફ જતા રોડ ઉપર તા. ૩૦-૧૧-૨૨ના રોજ એક જીપ ડાલામાંથી પડી ગયેલા કાકી અને તેમની બે ભત્રીજીઓ પૈકી બે ભત્રીજીઓના સ્થળ પર મોત થવાની અને કાકીને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા બાદ તેઓ સ્વસ્થ થતાં અને જીપડાલાનાં ચાલક સાથે અગાઉ ચાલતી સમાધાનની વાતચીત પડી ભાંગતાં સ્વસ્થ થયેલા કાકીએ જીપડાલા ચાલક સામે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમીનાં કનીજ ગામે રહેતા સંતોકબેન જશાભાઈ ઠાકોર અને તેમની બે ભત્રીજીઓ કોમલબેન અને સુખીબેન કનીજની સીમનાં રહેઠાણેથી કનીજ ગામમાં કરીયાણું લઇને તા. ૩૦ મીનાં રોજ પરત પોતાનાં ઘરે જવામા સાગનાં લાકડા ભરેલા એક જીપ ડાલામાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં રોડ પર જીપડાલાવાળાએ અચાનક બ્રેક મારતાં સંતોકબેન નીચે પડી ગયેલા.તે પછી તેમની બે ભત્રીજીઓ પણ ડાલામાંથી પડી ગઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત સંતોકબેનને સારવાર માટે મહેસાણા ખાતે ખસેડાતાં તેમની તબીયત સુધરી હતી. જ્યારે જે તે સમયે બંને ભત્રીજીઓનાં સ્થળ પર મરણ થયા હતા.આ બનાવ બાદ સારવાર લેતાં સંતોકબેનની તબીયત સુધરી હતી. તે પહેલાં તેમનાં વડીલોને અને ડાલાચાલક સાથે સમાધાનની વાત ચાલુ હતી. પરંતુ બાદમાં સમાધાન ન થતાં સંતોકબેને ફરિયાદ નોંધાવી હતી.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *