Gujarat

સયાજી હોસ્પિટલમાંથી હત્યાનો આરોપી ભાગી છુટ્યો

વડોદરા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવાડીયા ટેકરી ફળિયામાં રહેતા અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા (સલાટ)ની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીની તબિયત બગડતા વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જાપ્તા સાથે દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે મોકો મળતા જાપ્તાની પોલીસને ચકમો આપી હત્યાનો આરોપી અનિલ ઉર્ફ માઇકલ ફરાર થઇ ગયો હતો. સારવાર દરમિયાન આરોપી અનિલ ઉર્ફ માઇકલ ફરાર થઇ ગયાની જાણ જાપ્તાની પોલીસને થતાં તેમણે રાવપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. દરમિયાન રાવપુરા પોલીસે આ અંગેની જાણ અંકલેશ્વર પોલીસને કરી હતી. પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે. આ બનાવે હોસ્પિટલ તેમજ પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મૂકી હતી. આ અંગે ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા ભોગવતો હતો. ૧૨ જાન્યુઆરીના રોજ આરોપીને બીમારી માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે રાત્રે ૮ વાગ્યાના સુમારે ચાર પોલીસ કર્મી સાથેના જાપ્તાને ચકમો આપી આરોપી ફરાર થઇ ગયો છે. આ મામલે પોલીસ કર્મીની નિષ્કાળજી જણાશે તો તેઓની સામે કાર્યવાહીની સાથે ફરિયાદ પણ દાખલ થશે. હાલ આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલો હત્યાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે.

Sayaji-Hospital-Vadodara.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *