Gujarat

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે હર ઘર તિરંગા સપ્તાહની રંગારંગ ઉજવણીનો પ્રારંભ

મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ ખાતે તા.૦૨/૦૮/૨૦૨૨ ના રોજ આઝાદીકા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા નાટ્યધારા અંતર્ગત હર ઘર તિરંગા સપ્તાહની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પસ્તુત કાર્યક્રમમાં મામલતદાર કઠલાલ,રણજીતસિંહ મોરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અમિતભાઈ પટેલ તથા પોલીસ સબ ઈસ્પેકટર એસ.બી.દેસાઈ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સમગ્ર કાર્યક્રમના સુત્રધાર, સમાંજ્સાસ્ત્ર વિભાગના અધ્યાપક તેમજ રાષ્ટ્રીય સેવા યોજ્નાના પ્રોગ્રામ ઓફિસર પ્રા.પરેશ પટેલે ભૂમિકારૂપ ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ સંસ્થાનું સુકાન સંભાળતા અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપિકા તથા રાષ્ટ્રીય સેવા યોજનામાં સહ સંયોજક પ્રા.વૈશાલી મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ પટેલે આઝાદીને અમૃત તરીકે ઓળખાવવાની બાબતને સુપેરે સમજાવી હતી. તે પછી મામલતદાર રણજીતસિંહ મોરીએ રાષ્ટ્રધ્વજના ઈતિહાસ વિષયક ચર્ચા કરી હતી.
ત્યારબાદ પ્રા.પરેશ પટેલ દ્વારા સંકલ્પ પત્રનું વાચન તથા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
તે પછી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતું માઈમ ભજવવામાં આવ્યું હતું. અંતે કાર્યક્રમની આભારવિધિ સમાંજ્સાસ્ત્રના અધ્યક્ષ ડો.પલ્લ્વિકા ભટ્ટે કરી હતી. તથા અંતે આવેલ મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા.અભીષેક દરજીએ કર્યું હતું.

IMG_202208214_180744378.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *