રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણીના ભાગરૂપે શાળાના સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોએ તિરંગા રેલીનું આયોજન કર્યું હતું જેમાં દરેક વિદ્યાર્થીએ હાથમાં તિરંગો લઈને સમગ્ર ગામમાં રેલી સ્વરૂપે ફરી સૂત્રોચાર કર્યા હતા અને આઝાદીના 75 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયને સંભાળ્યું હતું. જેમાં શાળાના તમામ શિક્ષક મિત્રોએ સાથ અને સહકાર આપ્યો હતો.


