Gujarat

સરદારનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ, ચાર લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદ
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યાં હોય એવું લાગી રહ્યું છે. શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા નેહરુનગરમાં રહેતા અર્જુન સોલંકીની ૧ વર્ષ પહેલાં ઝઘડામાં છોડાવવા જતાં તેમની હત્યા કરવામાં આવી હતી અને એ વાતની અદાવત રાખી સરદારનગર વિસ્તારમાં આવેલા નેહરુનગરમાં વિષ્ણુ વાઘેલા, કમલેશ વાઘેલા, મહેશ વાઘેલા, દિલીપ વાઘેલા સહિતના લોકોએ ભેગા મળીને પથ્થર મારો કર્યો હતો. આ સાથે વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ પથ્થર મારામાં ૪ લોકો ઘવાયા હતા. ઘટનાને જાેતાં પોલીસકાફલો ગોઠવવામાં આવ્યો હતો. શહેરના નેહરુનગર વિસ્તારમાં રહેતા અને ભોગ બનનારા ૩૦ વર્ષના અશોક સોલંકીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઉત્તરાયણ પહેલાં તેમના પિતાની ઝઘડામાં છોડાવવા જતાં તેમની જ બાજુમાં ચાલીમાં રહેતા વિષ્ણુ વાઘેલા, કમલેશ વાઘેલા, અમૃત વાઘેલા સહિત છ લોકોએ માર મારીને હત્યા કરી હતી. આ જ વાતને લઈને અનેકવાર તકરાર પણ થતી હતી. તેમણે કહ્યું હતું કે ગઈ રાતે એક રેસ્ટોરાં પર તેમના ભાઈ ગયા હતા. ત્યારે તેમના ભાઈની રમેશ વાઘેલા અને જિતુ વાઘેલા નામના શખસ સાથે બોલાચાલી થઈ હતી અને એ જ વાતની દાઝ રાખીને આજે સવારે તેમનો ભાઈ નોકરી પર જતો હતો ત્યારે આ બંને જિતુ વાઘેલા અને રમેશ વાઘેલાએ બોલાચાલી કરી હતી. ત્યાર બાદ સામેની ચાલીમાં રહેતા તમામ લોકો અને મહિલાઓએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ પણ કરી હતી. આ પથ્થરમારામાં ૪ લોકોને ઇજા થઈ છે. સરદારનગર પી.આઈ પ્રતિપાલ સિંહ ગોહિલે કહ્યું હતું કે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ચૂંટણી અંગેની કોઈ બાબાલ નહોતી. સમગ્ર ઘટનામાં ૪ લોકોને ઇજા થઇ છે અને આરોપીઓ સામે ગુનો નોંધવાની કવાયત ચાલુ છે. પોલીસ અહીં હાજર છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં ગેંગવોર હોય એ પ્રકારનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. જાણે અસામાજિક તત્ત્વોને કોઈ ડરના હોય એ રીતે પથ્થરમારો કરતાં અને હાથમાં લાકડીઓ સાથે દેખાયા હતા, જે પોલીસની કામગીરી પર સવાલ કરે છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *