કાશ્મીર
જમ્મૂ-કાશ્મીરમાં ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કરવામાં આવ્યા અને સાંબામાં ભારતીય સુરક્ષા દળના જવાનોએ ૩ ઘુસણખોરોને ઠાર કર્યા છે. તેમની પાસથી ૩૬ કિલો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં કેસની તપાસ ચાલી રહી છે. આ જાણકારી બીએસએફએ આપી છે. હાલમાં પંજાબના ફિરોજપુર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કરવામાં આવ્યો હતો. ૨ અને ૩ ફેબ્રુઆરી દરમિયાન રાત્રે બીએસએફના એક જવાનને ઘણી શંકાસ્પદ ગતિવિધિ જાેવા મળી, ત્યારબાદ તેને પોતાના સાથીઓને સતર્ક કર્યા હતા. સૈનિકોએ ઘૂસણખોરને પડકાર્યો, પરંતુ તે અટક્યો નહીં. ત્યારબાદ જવાનોએ ગોળીબાર કર્યો જેના કારણે અજાણ્યા ઘુસણખોરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ગયા વર્ષે મ્જીહ્લના જવાનોએ ભારત-પાકિસ્તાન સરહદથી ઘુસણખોરીના પ્રયત્નો કરતા ૬ ઘુસણખોરોને ઠાર કર્યા અને ૩ને પકડી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએસએફએ તેની સાથે જ ૨૦૨૧માં ૧૭ હથિયાર, ૯૦૦થી વધારે કારતુસ, ૩૦ વિસ્ફોટક ઉપકરણ અને ૩૮ કિલોથી વધારે નશીલો પદાર્થ જપ્ત કર્યો. મ્જીહ્લએ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરંગ વિરોધી ઓપરેશન સતત ચલાવવામાં આવી રહ્યું છે. જે દરમિયાન તેણે બે સુરંગ શોધી કાઢી અને પાકિસ્તાનના આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસોને ભારે નુકસાન પહોંચાડ્યું. ગયા વર્ષે જવાનો તરફથી આંતરરાષ્ટ્રીય સરહદથી ૩૮.૧૬૦ કિલોગ્રામ નશીલો પદાર્થ, ૪ એકે-૪૭ રાઈફલ, ૭ એકે-૪૭ મેગેઝીન, એકે રાઈફલના ૩૩૯ કારતુસ, ૧૩ પિસ્તોલ, ૩૨ પિસ્તોલ મેગેઝીન, પિસ્તોલના ૩૭૧ કારતુસ, ૧૩ ગ્રેનેડ, ૨૩૩ અન્ય કારતુસ સિવાય એક વાયરલેસ સેટ, ૬ મોબાઈલ સેટ, એક રેડિયો રિસીવર, ૧૩ ડેટોનેટર જપ્ત કરવામાં આવ્યા.