દિવ્યાંગ મતદારો માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા સૂચનાઓ થઈ આવેલ છે. જે અન્વયે શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા મતદારોને મતદાનના દિવસે કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી ન થાય તેથી સાઈન લેંગ્વેજના જાણકારની સહાય મળી રહે તે હેતુથી જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમમાં સાઈન લેંગ્વેજના જાણકારને સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં શ્રી દિપશિખા બદિયાણી, આઇ.ડી.એસ.એસ.,બી.આર.સી. ભવન-જામનગર અને શ્રી પંકજસિંહ ગોહિલ, આઈ.ડી.એસ.એસ.સી., બી.આર.સી. ભવન-ધ્રોલની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. સૌરભ પારધી દ્વારા સહાયક તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આ નિમણૂક પામેલ કર્મચારીઓ જિલ્લા કંટ્રોલરૂમ, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, શરૂ સેક્શન રોડ, જામનગર ખાતે તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ બજાવશે. તેમજ મતદાનના દિવસે શ્રવણ ક્ષતી કે વાણી અંગેની વિકલાંગતા ધરાવતા મતદારોને કોમ્યુનિકેશન કરવામાં કોઈ મુશ્કેલી જણાય ત્યારે કંટ્રોલરૂમ ખાતેથી વિડીયો કોલ કરી તે મતદારની સમસ્યાનું નિવારણ કરવા જરૂરી કાર્યવાહી કરશે.
