નડિયાદ
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદનું ફરી આગમન થયુ છે. મધરાતથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ થોડા સમય બંધ રહે અને ફરી પાછો વરસી રહ્યો હતો. વરસાદના પગલે રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાયેલા જાેવા મળ્યા છે. આ ઉપરાંત જિલ્લામા સાવર્ત્રિક વરસાદ ખાબકતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે. નડિયાદમાં ૧ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન શહેર કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું જાેવા મળ્યું હતું. મહુધાના સાપલામાં વીજ કરંટ લાગતા એક દંપતીનું કરુણ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દંપતી પોતાના ખેતરના મકાનમાં ગયા હતા. આ દરમિયાન વીજ કરંટ લાગતા દંપતિનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જાેકે, સમગ્ર બનાવ મામલે હાલ સુધી કોઈ ફરિયાદ નોધાઈ ન હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. નડિયાદ શહેરમાં સતત પડી રહેલા વરસાદના કારણે અને મુસળધાર વરસાદી ઝાંપટુ પડતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નડિયાદના રબારીવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાેકે, વરસાદની ગતી ઓછી થતાં આ પાણી ગણતરીના સમયમાં જ ઓસરી ચૂક્યા હતા. જિલ્લામા વરસેલા વરસાદની માહિતી જાેઈએ તો કઠલાલ પંથકમાં ૨૨ એમએમ, કપડવંજ પંથકમાં ૧૫ એમએમ, ખેડા પંથકમાં ૧૫ એમએમ, ગળતેશ્વર પંથકમાં ૧૮ એમએમ, ઠાસરા પંથકમાં ૩ એમએમ, નડિયાદ પંથકમાં ૪૧ એમએમ, મહુધા પંથકમાં ૩૩ એમએમ, મહેમદાવાદ પંથકમાં ૪૬ એમએમ, માતર પંથકમાં ૩૪ એમએમ અને વસો પંથકમાં પણ વરસાદ વરસ્યો છે.ખેડા જિલ્લામાં મધરાતથી ફરી વરસાદ શરૂ થયો છે. ધીમીધારે વરસતા વરસાદથી સૌકોઈ ખુશખુશાલ જાેવા મળ્યા છે. જિલ્લામા સાવર્ત્રિક વરસાદ પડતા અને હજુ પણ હવમાન વિભાગની આગાહી મુજબ આગામી ૫ દિવસ વરસાદનુ જાેર રહેતા સમગ્ર જિલ્લામાં હરખની હેલી જાેવા મળી છે. જાેકે, આવી સ્થિતિ વચ્ચે વીજ કરંટની ઘટનામાં એક દંપતીનું મોત નિપજ્યું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. નડિયાદમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા.

