પ્રાંતિજ ખાતે રહેતા ભોઇ સમાજ ના લોકો મુખ્ય વ્યવસાય શિંગોડા ની ખેતી ને લઈ ને આ સમાજ ના લોકો શિંગોડી ભોઇ જ્ઞાતિ થી ઓળખાય છે પ્રાંતિજ ખાતે રહેતા શિંગોડી ભોઇ સમાજ ના લોકો શિંગોડા ની ખેતી અને શિંગોડા ના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પ્રાંતિજ મા થતા દેશી શિંગોડા ની માંગ ગુજરાત મા આવેલા મોટા શહેરો અમદાવાદ , વડોદરા , રાજકોટ , સુરત તથા મહારાષ્ટ્ર ના મુંબઇ થી લઈ ને દુબઈ , અમેરિકા જેવા દેશો સહિત વિદેશ મા પણ ખુબજ મા માંગ છે તો આઠ મહિનાની માવજત બાદ ચાર મહિના પાક લેવાય છે જેમા મુખ્યત્વે સપ્ટેમ્બર , ઓક્ટોબર , નવેમ્બર ,ડિસેમ્બર સુધી પાક લેવામા આવે છે અને શિંગોડા નો પાક મુખ્યત્વે શિયાળાની સિઝન માજ થાય છે તો શિંગોડા ચાર પ્રકાર ના હોય છે જેમા દેશી શિંગોડા , કાંટાવાળા શિંગોડા , જબલપુરી શિંગોડા અને પોપટીયા શિંગોડા તો દેશી શિંગોડા ની ખુબજ માંગ હોય છે અને ખાવામા પણ કાચા ખાઓ તો પણ મીઠા અને સ્વાદિષ્ટ લાગે છે તો શિંગોડા કાચા , બાફેલા , સેકેલા સુકા પણ ખાવા મા આવે છે તો દેશી શિંગોડા ની ખેતી મુખ્યત્વે પ્રાંતિજ , ઇડર , ખેડબ્રહ્મા , વડનગર , વિસનગર અને મોડાસા ખાતે પુસ્કર પ્રમાણ મા થાય છે પણ પ્રાંતિજ ના બોખ મા તૈયાર થયેલ શિંગોડા ની માંગ ખુબજ હોય છે
ત્યારે આ વર્ષે વધુ અને સારો વરસાદ પડતા બોખ મા પાણી તો છે પણ બોખ ની અંદર બહાર નું કેમીકલ યુક્ત ખરાબ પાણી બોખ માં ઠલવવામા આવતા શિંગોડાના પાક ને નુકસાન થયુ છે તો શિંગોડા ના પાક મા રોગ આવતા ઓછો પાક અને ઓછો ઉતારો રહેતા પાક ઓછો છે તો આવર્ષે દેશી શિંગોડા નો બજાર ભાવ ૬૦૦ થી ૭૦૦ રૂપિયા વચ્ચે રહેલ છે તો બજાર મા છુટક મા અઢી કિલો ના ૧૦૦ થી ૧૨૦ સુધી મા વેચાય છે તો ગર્ભવતી મહિલાઓ માટે શિંગોડા ખાવા ફાયદા કારક હોય છે તો આરોગ્ય માટે પણ શિંગોડા ખાવા હિતાવત છે અને શિંગોડા ફરાળી જ નથી પણ તે ગુણદાયક છે અને તેના ફાયદા અનેક છે શિંગોડા ખાવાથી બોડી ને ભરપુર માત્રામા ન્યુટ્રીશન પુરુ પાડે છે વાળ અને ત્વચાને બનાવે છે યુવાન બનાવે છે
શિંગોડા ખાવાથી હ્દય રોગના હુમલા ના ભયં ને ટાળે છે જ્યારે જે વ્યક્તિ વધુ વજન થી પરેશાન હોય તો શિંગોડા તાજા કે સુકા ખાવાથી વજન મા ધટાડો થાય છે આમ શિંગોડા અનેક રોગો માટે પણ લાભ દાયક છે તો શિંગોડા ની ખેતી મા યુરિયા-ડીએપી ખાતર નાખવામા આવતુ નથી માત્ર જીવાત પડે કે રોગ આવેતો રખાય સાથે પાવડર કે જીવાત ની દવાનો છટાવ કરવામા આવે છે ત્યારે હાલતો નગરપાલિકા દ્રારા ગટર નુ ગંદુ પાણી બોખ મા છોડતા તથા કાટવાડ ખાતે આવેલ ફેક્ટરીઓનુ ગંદુ પાણી પણ ચોમાસા મા કેનાલ મારફતે બોખ મા આવતા કેમીકલ યુક્ત પાણી ને લઈ ને શિંગોડા ની ખેતી મા રોગ મા વધારો થયો છે
