ફૂલવડી,સક્કરપારા,ચોરાફળી,પુરી,સેવ,ગાંઠીયા,ચેવડો વગેરે ફરસાણનો હનુમાનજીદાદા ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો
બોટાદ જીલ્લાના સાળંગપુર ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદીર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ને આજરોજ તારીખ-૧૨-૩-૨૦૨૨ ને શનિવારના રોજ પ.પુ.શાસ્ત્રી સ્વામી હરીપ્રકાસદાસજી(અથાણાવાળા)ની પ્રેરણા થી તથા કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામી માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવને દિવ્ય વાઘા કરાવી આંકડાના ફૂલોનો દિવ્ય શણગાર કરી ના નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંગળા આરતી પુજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તથા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા શ્રી સ્વામિનારાયણ(શ્રીહરિ)મંદિરમાં પૂજન કરવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા ને વિવિધ જાતના ફરસાણ નો અન્નકુટ ધરવામાં આવ્યો હતો.જેમાં ફૂલવડી,સક્કરપારા,ચોરાફળી,પુરી,સેવ,ગાંઠીયા,ચેવડો સહીત વિવિધ પ્રકારના ફરસાણનો હનુમાનજી દાદા ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આંકડાના ફૂલોનો દિવ્ય શણગાર તેમ જ ફરસાણના અન્નકૂટના દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો સારંગપુર હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે હજારો હરિભક્તો એ ઓનલાઈન દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી..
તસવીર-વિપુલ લુહાર,બોટાદ


