સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તારીખ ૨૫/ ૩/૨૦૨૨ ના રોજ ખેડૂતોની વીજળીને જ્યોતિગ્રામ મારફત અપાતી વીજળી બાબતે સાવરકુંડલા GEB અને GETCO કચેરી -સાવરકુંડલા ખાતે પીઠવડી ગામના સરપંચ ભૌતિક સુહાગિયા, મોટાઝીંઝુડા ગામના સરપંચ પંકજ ઉનાવા, નાના ઝીંઝુડા ગામના સરપંચ ભરતભાઈ સુદાણી, ગણેશગઢ ગામના સરપંચ ગોબરભાઈ, સેંજળ ગામના સરપંચ નરેશભાઈ ખુમાણ, ભેંકરા ગામના સરપંચ અરશીભાઈ ઉપરોક્ત છ ગામના સરપંચ એકસાથે મળીને ખેડૂતોને અને સામાન્ય જનતાને પડતી મુશ્કેલી બાબતે જઈ રજુઆત કરેલ હતી..જ્યોતિગ્રામ અને ખેડૂતોને મળતી વીજળીમાં ખૂબ જ અનિયમિતતા અને ૩ કે ૪ કલાકનો પાવર આપવામાં આવે છે અને જ્યોતિગ્રામમાં અવારનવાર ઝટકા મારતા વિજપ્રવાહથી લોકો કંટાળી ગયા છે..તે બાબતે ઉપરોક્ત જણાવ્યા મુજબની કચેરીએ જઇ અરજી સાથે રજુઆત કરવામાં આવી અને આ બાબતે યોગ્ય કશું ઘટતું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારેલ હતી.
