Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ વી. ડી કાણકિયા કોલેજમાં તૃતિય વેક્સિનેશન કેમ્પ કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આટસૅ કોલેજ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ,સાવરકુંડલામાં સરકારશ્રીના કોવીડ-૧૯ અંતર્ગત વેક્સીનેશન અભિયાન અન્વયે કોલેજ પર અબૅન હેલ્થ  સેન્ટર, સાવરકુંડલા તથા એન.એસ.એસ. (N.S.S.)ના સંયુક્ત ઉપક્રમે તૃતિય વેક્સીનેશન કેમ્પ કાર્યક્રમનું તા.૦૪/૦૧/૨૦૨૨ના રોજ આયોજન કરવામાં આવેલ.
કોલેજ લાઇબ્રેરી હોલમાં ડો.એસ.સી.રવિયા (પ્રિન્સિપાલ), ડો.એમ.જે.પટોળીયા (પ્રોગ્રામ ઓફિસર) દ્વારા , સરસ્વતી પ્રાર્થના કરી વેક્સિનેશન કેમ્પની શરૂઆત કરવા માં આવેલ.કોલેજમાં અભ્યાસ કરતા  ૧૭-૧૮ વર્ષ ની ઉંમરના વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ આ કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કુલ ૭૩ વિદ્યાર્થીઓએ આ કેમ્પનો બહોળો લાભ લીધેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ ના સમગ્ર સ્ટાફગણે વિશેષ જહેમત ઉઠાવેલ.

IMG-20220104-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *