Gujarat

જુનાગઢનાં પ્રમુખ સ્થાનેથી ઘનશ્યામભાઈ મશરૂએ સૌનો આભાર માન્યો હતો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

લોહાણા યુવા સંગઠન‌ જુનાગઢ દ્વારા સમુહ રાંદલ માતાજીના લોટાનું આયોજન કરેલ હતું તેમાં પ્રેરણાધામ આશ્રમથી લાલજી મહારાજ પધાર્યા હતા અને એમણે લોહાણા યુવા સંગઠન‌ જુનાગઢના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ મશરૂએ શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા લાલજી મહારાજે આ કાર્યક્રમને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો ૬૪  લોટાનું આયોજન કરેલ હતું આ કાર્યક્રમને દીપાવવા  ડો.મીરાબેન ઠક્કર રાજકોટથી‌ માતાજી સ્વરૂપ પધાર્યા હતા એમણે તીલક ચાંદલો કરી ઘનશ્યામભાઈ મશરૂએ આશીર્વચન લીધા હતા અંદાજે ૧૧૦૦ થી વધુ ભાઈઓ તેમજ બહેનો મહાપ્રસાદનો લાભ‌ લીધો હતો અને આ કાર્યક્રમને સફળતાપુર્વક નિભાવવા માટે લોહાણા યુવા સંગઠન‌ જુનાગઢના તમામ મેમ્બરોએ તન મન ધન થી કામ‌ કરેલ હતું અને લોહાણા મહાજન અને સમાજના આગેવાનોએ  આ કાર્યને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ હતી ‌આ કાર્યક્રમને લોહાણા મહાજન જુનાગઢના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મશરૂ શુભેચ્છાઓ પાઠવી હતી અને ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા પણ ‌શુભેચ્છાઓ પાઠવી હતી. ભક્તિધામ જલારામ મંદિરના પ્રમુખ શ્રી ડો. ઉનડકટ સાહેબ અને એડીશનલ કલેકટર પંકજભાઈ ઓધીયાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી લોહાણા યુવા સંગઠન જુનાગઢનાં પ્રમુખ સ્થાનેથી ઘનશ્યામભાઈ મશરૂએ સૌનો આભાર માન્યો હતો.

IMG-20220220-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *