Gujarat

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય શ્રીના કાર્યાલય નીચે ગેસ, પટ્રોલ ડીઝલ તેમજ આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધારા સામે ઘરણા કરવામાં આવેલ. 

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ધારાસભ્ય શ્રી ના કાર્યાલય નીચે ગુજરાત સરકાર શ્રી દ્વારા સતત ભાવ વધારો કરી રહી છે જેમાં ગેસ, પેટ્રોલ, ડીઝલના  ભાવો આસમાને પહોચતા આમ જનતાને માર પડી રહ્યો છે. લોકોને હાલના  સમયમાં ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે આ ભાજપ સરકાર શ્રી દિન પ્રતિદિન આવશ્યક ચીજવસ્તુઓમાં ભાવ વધારી રહી છે, જેમાં કોંગ્રેસની વિચાર ધારા અને લોકોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા અવાર નવાર વિરોધપ્રદર્શન કરવા મજબુર થવું પડે છે. તેમ છતાં આ સરકારને લોકોની સંવેદનાં સમજી શકતી નથી, સરકાર પોતાની સતામાં મદમસ્ત બનીને આમ જનતાને ભગવાનના ભરોસે મુકીને પોતાની વાહવાહમાં મસ્ત બની ને જાહેરાતો પાછળ કરોડોના ખર્ચ કરી રહી છે ત્યારે આજ રોજ કોંગ્રેસની વિચારધારા મુજબ સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બાબતે ભાજપ સરકારની નીતિ સામે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ  આગેવાનો અને પ્રતિનિધિઓ દ્વારા ધરણા પર બેઠાં હતાં . ત્યારે સતાની મદમસ્તિમાં  રાચતી આ ભાજપ સરકાર શ્રી દ્વારા લોકોને અને આમ જનતાને ઉજાગર કરતાં કાર્યકમને બંધ કરાવવા પોલીસ તંત્રને મોકલીને ધરણા પર બેસેલ તાલુકા કોંગ્રેસ  સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ તથા આગેવાનો અને કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી. જેમાં હસુભાઈ સૂચક, કોંગ્રેસ શહેર કાર્યકારી પ્રમુખ ,કનુભાઈ ગેડિયા કોંગ્રેસ શહેર પ્રમુખ, વલ્લભભાઇ ઝીંઝુવાડીયા, કોંગ્રેસ પ્રદેશ, મહેશભાઈ જયાણી, હાર્દિકભાઈ કાનાણી, કરશનભાઈ સીડવાણીયા, હસુભાઈ બગડા, જયદીપભાઈ ખુમાણ, વાસુરભાઈ ભમ્મર, મધુભાઈ ભુવા, ખોડુભાઈ બોરીચા, રાજેભાઈ ચૌહાણ, વિપુલભાઈ જ્યાંણી, અશોકભાઈ ખુમાણ, નાસીરભાઈ ચૌહાણ, દીપકભાઈ સભાયા, વિપુલભાઈ ઉનાવા, બટુકભાઈ ઉનાવા, જીગ્નેશભાઈ ભરાડ, ચિરાગભાઈ વાઘ, ભુપતભાઈ ચુડાસમા, સુરેશભાઈ સોલંકી, આશિષભાઈ ચુડાસમા, નરેશભાઈ દેવાણી, બગડા જીગ્નેશ એમ, બગડા અશોક એમ, ભરતભાઈ કસવાળા, ધુરકા પરેશ, ભાવેશભાઈ બગડા, ભીખાભાઈ દેવાણી, ભાવિનભાઈ ગોસાઈ, દિલીપભાઈ કિકાણી, ઇકબાલભાઈ ગોરી, હિતેશભાઈ જ્યાણી , આદિલભાઈ ચૌહાણ, વિજયભાઈ રાઠોડ વગેરે કાર્યકર મિત્રો ધરણા પર બેસેલ હતા

IMG-20220402-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *