Gujarat

સાવરકુંડલા તાલુકાના આંબરડી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો/શાળાનું ઐતિહાસિક ૧૦૦%  ઝળહળતું પરિણામ મેળવી બાજી મારી. /A1 માં ૧૦  વિદ્યાર્થીઓ ઝળક્યા

સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
.
——————————————————————-
૨૦૨૨માં લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ એ સિદ્ધિ મેળવી સ્વપ્ન સાકાર કરવા તરફ આગેકૂચ કરવા સજ્જ બન્યા છે. સમગ્ર બોર્ડનું ૮૬.૯૧ ટકા, અમરેલી જિલ્લા નું ૮૫.૯૭ ટકા, બાઢડા કેન્દ્રનું ૯૮.૦૪ ટકા પરિણામ જાહેર થયેલ ત્યારે આંબરડી માધ્યમિક શાળાના ૨૯ વિદ્યાર્થીઓએ ૧૦૦ટકા પરિણામ અપાવી ઝળહળતી સિધ્ધિ અપાવતા સૌ કોઈ દ્વારા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની આંબરડી માધ્યમિક શાળાનું સૌપ્રથમવાર ઐતિહાસિક પરિણામ મેળવી વિદ્યાર્થીઓએ શાળાને અને ગામને ગૌરવ અપાવ્યું છે.ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એ માર્ચ ૨૦૨૨માં આપેલ આકરી કસોટીનું પરિણામ જાહેર થતાં ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ મેળવી શાળા અને ગામને મોટી સિદ્ધિ અપાવી છે.આંબરડી માધ્યમિક શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દિપકભાઈ માલાણી, આચાર્ય શ્રી હરસુખભાઈ ભાલોડીયા, મ.શિક્ષકશ્રી મુકેશભાઈ  માલવિયા સહિત શાળા સ્ટાફ દ્વારા ટોપ 10 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *