સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના તમામ ગામો માં ઈ ગ્રામ મારફતે સાયબર સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ મોટી સંખ્યામાં લોકો એ નિહાળ્યું.- ગ્રામ્ય વિસ્તારના લોકો સાયબર ક્રાઈમ નો ભોગ ના બંને તે માટે દરેક ગ્રામ પંચાયતના ઓપરેટરો દ્વારા લાઈવ કાર્યક્રમ જોવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી.
———————————————————————અમરેલી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.પટેલ સાહેબ અને ઈગ્રામ જીલ્લા ડી.એલ.ઈ. જયતિભાઈ સોદરવા અને ઉદયભાઈ વાવડીયા સૂચનાથી સાવરકુંડલા તાલુકાના ટી.એલ.ઈ. અમીતગીરી ગોસ્વામી દ્વારા ઓપરેટરોના સંપર્કના રહી તાલુકાના તમામ ગામોમાં આઝાદી કા અમૃત મહોત્સવની થીમ હેઠળ સાયબર સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમનું ગાંધીનગરથી લાઈવ પ્રસારણ સાવરકુંડલા તાલુકાના તમામ ગામોમાં ગ્રામ પંચાયત ઓપરેટરો વી.સી.ઈ. દ્વારા નિહાળવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના સાઈબર ક્રાઈમના અધિકારીઓ દ્વારા લોકો ને સાઈબર ક્રાઈમનો ભોગ ન બને અને સોશ્યલ મીડિયામાં છેતરાઈ નહિ પોતાના પૈસા ફસાઈ નહિ અને ફ્રોડ થયેલા પૈસા સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા તાત્કાલિક પરત આપવાની કામગીરી કરશે. કોઈપણ લોકો સાઈબર ક્રાઈમનો ભોગ બંને તો ટોલ ફ્રી નંબર ૧૯૩૦નો સંપર્ક કરવા જણાવ્યું હતું તેમ સાવરકુંડલા તાલુકાના તમામ ગામો માં સાઈબર સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં નિહાળે કાયદાનું જ્ઞાન મેળવે તે માટે ઈ ગ્રામ ટી.એલ.ઈ. અમીતગીરી ગોસ્વામી, સંજયભાઈ પંડ્યા, ઓઢભાઈ ભુકણ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી


