Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામના ગ્રામજનોનો શિક્ષણ પ્રત્યે અનેરો સ્નેહ. શિક્ષિત હશે એ જ વિકાસ કરી શકશે એ ભાવના અહીં મૂર્તિમંત થતી જોવા મળી. આ ગામના સ્વ. વાઘજીભાઈ કેશવભાઈ હીરાણીના સ્મરણાર્થે તેમના સ્વજનોએ ભુવા સરકારી પ્રાથમિક શાળામાં ૨૫ હજારના ખર્ચે શેડ બનાવી આપેલ.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
વાહ સાવરકુંડલા તાલુકાનું ભુવા ગામ સહિયારો સંપ અને સહિયારી સહકારી ભાવના… શિક્ષણ પ્રત્યે પણ ગ્રામજનોનો સ્નેહ અપાર છે. સરકાર જે કરે તે પણ અહીં ગ્રામ્યજનો તો સરકારી પ્રાથમિક શાળામાં સુવિધાઓ ઝંખે છે અને તે માટે ભુવા ગામના શ્રેષ્ઠીઓ કંઈને કંઈ શાળાના વિકાસ માટે આર્થિક યોગદાન આપતાં અવારનવાર જોવા મળે છે. આ સંદર્ભે. ભુવા ગામના સ્વ. વાઘજીભાઈ કેશવભાઈ હીરાણીના સ્મરણાર્થે ભુવા પ્રાથમિક શાળામાં રૂ. ૨૫ હજારના ખર્ચે શેડ બનાવી આપેલ છે. હસ્તે. જયાબેન વાઘજીભાઈ હીરાણી તથા ઘનશ્યામભાઈ વાઘજીભાઈ હીરાણી તથા જગદીશભાઈ વાઘજીભાઈ હીરાણી. આમ શિક્ષણ એ જ સાચો માર્ગ છે પ્રગતિનો એ વાત ભુવાના સમજદાર લોકો સુપેરે સમજે છે

IMG-20220416-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *