Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં ચેતનભાઈ ઘનશ્યામભાઇ ઝાલાવાડીયા તથા ઘનશ્યામભાઇ પોપટભાઈ ઝાલાવાડીયાનાં સ્મરણાર્થે અહીંની પ્રાથમિક શાળામાં ઝૂલો અર્પણ કરવામાં આવેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરનું ભુવા ગામ એટલે શૈક્ષણિક અભિગમ પ્રત્યે અદ્ભૂત લગાવ ધરાવતું ગામ. અહીં લોકો શૈક્ષણિક સુવિધાઓ કેમ વધે તે માટે લોકો સ્યંમ જાગૃત છે. અને કોઈ પુણ્યતિથિ જેવાં દિવસોએ લોકો શાળાની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે સદૈવ તત્પર રહેતાં જોવા મળે છે. આ સંદર્ભને લક્ષમાં લઈને આજે ભુવા પ્રાથમિક શાળામાં ચેતનભાઇ ઘનશ્યામભાઈ ઝાલાવાડીયા તથા ઘનશ્યામભાઈ પોપટભાઈ ઝાલાવાડીયાના  સ્મરણાર્થે ભુવા ગામનાં મુક્તાબેન ઘનશ્યામભાઈ ઝાલાવાડીયાના હસ્તે શાળાને ઝૂલો અર્પણ કરવામાં આવ્યો હતો.
આમ સ્મરણાર્થે પણ શૈક્ષણિક સુવિધામાં વધારો થાય તેવી સદ્વૃત્તિથી પ્રેરાઈને આવાં સત્કાર્યમાં અહીંના ગ્રામજનો પોતાનું યોગદાન દેતાં જોવા મળે છે. હા, એ શિતળ છાયા અને વૃક્ષોની ઓથ એમાં ઝૂલતું શૈશવ શિક્ષણની સંતૃપ્તિમાં અવશ્ય વધારો કરે છે અને જે શિક્ષિત થશે તે જ આ દેશનાં નવનિર્માણમાં અગત્યનો ફાળો આપી શકે. આ સુંદર વિચાર પણ અન્ય ગામોમાં અને શહેરોમાં પ્રેરણાદાયી બની શકે .

IMG-20220121-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *