સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાની અભરામપરા, મિતિયાળા તથા ધજડી સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલો સંવાદ સેતુ રચીએ કાર્યક્રમનું આયોજન અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાતની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ.
આમ સાવરકુંડલા તાલુકાની અભરામપરા, મિતિયાળા તથા ધજડી પ્રાથમિક શાળાઓમાં “ચાલો સંવાદ સેતુ રચીએ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં તાલુકા સંઘના હોદેદારો, સી. આર. સી., ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો, S.M.C.ના અધ્યક્ષ અને સભ્યો,ગામના આગેવાનો,વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાઓ અને વાલીઓ સાથે શાળાના અનુસંધાને અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાતે સીધો સંવાદ કર્યો હતો.


