સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નં ૩ માં આવેલાં લીંડકિયા નેરા વિસ્તારમાં ભુગર્ભ ગટર લાઈન ચોકઅપ થતાં ગંદા પાણી જાહેર રસ્તા પર વહી જતાં મુશ્કેલી ઉભી થતાં આ વિસ્તારમાં રહેતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આથી આ વિસ્તારના લોકોએ નગરપાલિકાના જાગૃત ઉપ પ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના સદસ્ય કમલેશભાઈ રાનેરા, કેશુભાઈ ચુડસમાને રજુઆત કરતાં તાત્કાલિક યુધ્ધના ધોરણે સ્થળ પર પહોંચી નગરપાલિકાના સેનીટેશનના કર્મચારી કાળુભાઈ ટાંક અને જેટીગ મશીન. જે. સી. બી. અને સફાઈ કર્મચારીને સાથે રાખી ભુગર્ભ ગટર લાઈન રીપેરીંગ કામ કરાવી તેમજ પડતર ગાળ કાઢીને લાઈન ચાલુ કરાવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો આમ આ વિસ્તારના લોકોનો પ્રશ્ન તાત્કાલિક હલ કરતાં આ વિસ્તારમાં રહેતાં લોકો અને ખેડૂતોએ સાવરકુંડલા નગરપાલિકાનો અને વોર્ડ નંબર ૩ ના જાગૃત સદસ્યોનો આભાર પણ માન્યો હતો…


