Gujarat

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આજરોજ મચ્છરીઓનો ઉપદ્રવ વધતાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવેલ. તંત્રની આ કામગીરીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મચ્છરીનો આતંક ફેલાતાં આજરોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ વૈજ્ઞાનિક તથ્યોની ચર્ચામાં આ મચ્છરીઓ મરે કે કેમ એ  વિષયની ચર્ચા વચ્ચે તંત્ર લોકહિત અને લોકોની પરેશાનીનો અવાજ સાંભળીને હરકતમાં આવ્યું અને આજે સવારે આ ફોગીંગની કામગીરી હાથ ધરાઈ.. જો કે આ મિશ્ર ઋતુમાં એ બાબતોનાં વૈજ્ઞાનિક તથ્યો એ તો સ્વાસ્થ્ય વિભાગ કે જીવશાસ્ત્રનાં નિષ્ણાંતોનો વિષય છે. પરંતુ તંત્ર સંવેદનશીલ થઈને આ ફોગીંગની કામગીરી કરે એ પણ ખરેખર પ્રશંસનીય કાર્ય છે. આવી રીતે શહેરની દરેક સંલગ્ન સમસ્યાઓનો ઉકેલ ખૂબ ઝડપથી આવે એ આજનાં હાઈટેક ફાસ્ટ ફોરવર્ડ યુગમાં ઈચ્છનીય છે. જો કે  અંતે તંત્ર જાગ્યું છે એ પણ એક નોંધનીય બાબત છે.. લોકો પણ આવી લોકહિતની કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.

IMG-20220220-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *