Gujarat

સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય શ્રી ધર્મેન્દ્ર મહેતાની રજુઆત સફળ. રાજય સરકાર દ્વારા અપાતા નિરાધાર અને વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શન માં વધારો કરાયો. 

સાવરકુંડલા તા.
(બિપીન પાંધી દ્વારા)
રાજય સરકારે આજે બજેટ સત્રમાં નિરાધાર વૃધ્ધોને સહાય આપવા માટે રૂ. ૯૭૭ કરોડ તથા વિધવા બહેનોને સહાય આપવા માટે રૂ. ૯૧૭ કરોડની જોગવાઈ કરાઈ. વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શન સહાયમાં વધારો કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાની રજુઆતને ધ્યાને લઇ વૃધ્ધ પેન્શન અને વિધવા પેન્શન સહાયમાં વધારો કરવા માટે બજેટમાં લેવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ તથા અમરેલી જીલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડીયાનો નગરપાલિકા સદસ્ય શ્રી ધર્મેન્દ્ર મહેતાએ જાહેર આભાર માન્યો હતો. રાજય સરકારશ્રી દ્રારા વૃધ્ધ પેન્શન અને વિધવા પેન્શન સહાય આપવામાં આવે છે તે રકમ હાલની મોંઘવારીને ધ્યાને લઇને આ રકમ ખુબજ નાની હોય છે હાલમાં આ મોંઘવારીને ધ્યાને લેતા તમામ જીવન જરૂરિયાત ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધવાના કારણે વૃધ્ધ પેન્શન અને વિધવા પેન્શન સહાય લેતા લાભાર્થીઓને આર્થિક રીતે ખુબજ મુશ્કેલીઓ પડી રહી હતી જેથી આ પ્રશ્નને ગંભીરતાથી લઇ વૃધ્ધ પેન્શન રૂ. ૭૫૦/- છે અને વિધવા પેન્શન સહાય રૂ. ૧૨૫૦/- આપે છે તેમા વધારો કરવા સાવરકુંડલા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા એ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને પત્ર દ્વારા લેખીત રજુઆત કરેલ. જેના અનુસંધાનમાં રાજય સરકાર દ્વારા બજેટમાં નિરાધાર વૃધ્ધોને સહાય આપવા માટે રૂ. ૯૭૭ કરોડ તથા વિધવા બહેનોને સહાય આપવા માટે રૂ. ૯૧૭ કરોડની જોગવાઈ કરાઈ છે જેથી  નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના ૬૦ થી ૮૦ વર્ષના લાભાર્થીઓને રૂ ૭૫૦ માંથી રૂ૨૫૦ વધારી રૂ. ૧૦૦૦ માસિક પેન્શન કરી આપેલ છે તથા ૮૦ વર્ષ ઉપરના લાભાર્થીઓને ૧૨૫૦ માસિક પેન્શન અપાશે જેનો લાભ આશરે ૧૧ લાખ લાભાર્થીને મળશે. તથા ગંગાસ્વરૂપ બહેનોને મદદરૂપ થવા માટે સરકારે આર્થિક સહાય આપવા માટેના ધોરણો ઉદાર કર્યા છે અંતે નગરપાલિકા સદસ્ય  ધર્મેન્દ્ર મહેતાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરેલ.

IMG-20220303-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *