સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા.૧૫/૧૦/૨૦૨૨ ના રોજ સાવરકુંડલા નગરપાલિકા કર્મચારી મંડળની અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવા તથા હડતાળ દરમિયાન સાવરકુંડલાની જાહેર જનતાની સફાઈ,લાઈટ અને પાણીની આવશ્યક સેવાઓ બંધ કરવા પ્રકાશમાં જાહેર જનતાને જાણ કરાતા ઉકેલ કાર્યાલય-સાવરકુંડલાના કન્વીનર દીપેશ સી.જોશી તથા અમીરુદ્દીન બી. કપાસીએ સાવરકુંડલા નગરપાલિકા કર્મચારી મંડળને જનતાની આવશ્યક સેવાઓ બંધ ન કરવા આવેદન આપેલ તથા કલેકટરશ્રી અમરેલી, પ્રાદેશિક કમિશ્નરશ્રી ભાવનગર તથા ચીફ ઓફિસરશ્રી સાવરકુંડલાને સદરહુ હડતાળ દરમિયાન હડતાળની અસર જાહેર જનતાની આવશ્યક સેવાઓ પર ન થાય તેની દેખરેખ રાખવા અને જો આવશ્યક સેવાઓ બંધ કરવામાં આવે તો આવશ્યક સેવાઓ બીજા કોઈ માધ્યમથી જળવાય રહે તે માટે નિયત નિયમાનુસારના પગલાં ભરવા વિનંતી કરવામાં આવી હતી.
