સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો રવિવાર એટલે મોજમજા આનંદ કરવાનો દિવસ.. નોકરિયાતો થી માંડીને ધંધાર્થીઓ પણ પોતાનો વ્યવસાય કમ સે કમ અડધો દિવસ બંધ રાખી અને પરિવાર સાથે હરવા ફરવા નીકળી પડે છે અને આમ આખા સપ્તાહ દરમિયાન કરેલી ભાંજગડનો થાક ઉતારતાં જોવા મળે છે. પરંતુ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી કંઈક જુદી જ માટીના માનવી છે. એ રવિવારે પણ લોકસેવાના કાર્ય કરતાં જોવા મળે છે. આમ તો સ્મશાન એટલે જ મુક્તિ ધામ. અહીં એક દિવસ તો સૌ કોઈએ આવવું જ પડે છે. કારણકે મૃત્યુ પામ્યા પછી આ એક જ એવું પવિત્ર સ્થાન છે જ્યાં મૃતદેહનું વિસર્જન થાય છે. પંચમહાભૂતોના તત્વો અહીં પંચમહાભૂતમાં વિલીન થાય છે. એવા મુકતિધામની સારસંભાળ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી તેમજ તેની ટીમના સભ્યો ખૂબ જ માવજત પૂર્વક કરતા જોવા મળે છે. આ વાત છે
તારીખ ૧૮-૧૨.૨૨ ને રવીવારની કુંડલા સ્મશાનમાં સ્મશાન છાપરીની આજુબાજુમા પડતર ધાસ અને જુના કાંટા કચરાનો સ્થળ ઉપર સળગાવી નગરપાલિકાના જાગૃત ઉપ પ્રમુખ જયસુખભાઈ નાકરાણી. નગરપાલિકાના સદસ્યો, જીગ્નેશભાઈ ટાંક કમલેશભાઈ કમલેશભાઈ રાનેરા જાતે સાફસફાઈ કરતાં જોવા મળૂલ સાથે કુંડલા સ્મશાનના સેવક દીપકભાઈ પણ આ સેવા કાર્યમાં જોડાઈને કુંડલા સ્મશાનની સ્વચ્છતા જાતે કરતાં જોવા મળ્યા હતાં. આમ રવિવારે પણ લોકસેવાના કાર્યો થઈ શકે છે તેવો સંદેશો પણ તમામ રાજકીય અને સામાજિક કાર્યકરોને આપતાં હોય તેવું લાગે છે. આમ જોવા જઈએ તો મૃત્યુને શું રવિવાર કે શું શનિવાર. એને મન તો આઠેય વાર અને આઠ પ્રહર બધું જ સરખું


