સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–સાવરકુંડલા ખાતે છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલ નિઃશુલ્ક હોસ્પિટલમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમની સાથે રહેલા સગા સંબંધીઓને નાસ્તો અને બંને ટાઈમ ભોજનની સેવા આપવામાં આવી રહી છે જેમાં અલ્પેશભાઈ ગાંધી મુંબઈ, નરસિંહભાઈ ડોબરીયા મુંબઈ, અતુલભાઈ રાદડીયા અમેરિકા, જગદીશભાઈ સાપરા સુરત, સતિષભાઈ માટલીયા સાવરકુંડલા હાલ આણંદ દ્વારા શુધ્ધ સીંગતેલના બાવીસ ડબ્બા તેલનું અનુદાન સેવાભાવી અને ગૌસેવક જયેશભાઈ માટલીયાની પ્રેરણા આપવામાં આવ્યા હતા આ તકે આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલના સુપરવાઈઝર રાજુભાઈ બોરીસાગર ઉપસ્થિત રહ્યા હતા.


