Gujarat

સાવરકુંડલા બાર  એસોસિયેશન પ્રમુખ પદની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે ભાવેશ હરસોરા,

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)

સાવરકુંડલા બાર  એસોસિયેશન પ્રમુખ પદની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે ભાવેશ હરસોરા, કલાબેન ત્રિવેદી અને અમિત રાઠોડ વચ્ચે બાર એસોસીએશનના પ્રમુખ પદનો ચૂંટણી જંગ યોજાયો હતો જેમાં સવારથી લઈને બપોર સુધી માં થયેલ મતદાનમાં ભાવેશ હરસોરા ને ૩૫ મત, કલાબેન ત્રિવેદીને ૨૬ મત અને અમિત રાઠોડ ને ૨૩ મત મળતા સાવરકુંડલા પ્રમુખ પદે ભાવેશ હરસોરાનો ઝળહળતો વિજય થયો હતો સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી કમિશનર તરીકે ભુપેન્દ્રભાઈ રાઠોડ, સજુભાઈ ખુમાણ, ભરતભાઇ રાઠોડ અને સાહિલભાઈ ચૌહાણ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી ત્યારે નિષ્ઠાવાન એડવોકેટ જયરાજ ભાઈ ખુમાણ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય પણે ભૂમિકા ભજવીને કૉર્ટમાં  દલીલ કરતા વકીલોની ચૂંટણીમાં યશ કલગી રૂપે કામગીરી જયરાજભાઈ ખુમાણે કરી બતાવી હતી. બાર  એસોસિયેશનના વકીલોની ચૂંટણીમાં બોડીની રચના ગઈકાલે જ કરી દેવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ પદે જુબેર ચૌહાણ, નીતાબેન સરવૈયા, રાજીવભાઈ વાઘેલા, અને નમ્રતાબેન મર્થકની નિમણૂક થયેલ હતી તો મંત્રી પદે જયંતીભાઈ હેલૈયા ખજાનચી તરીકે પરીક્ષિત એન. શિયાળની નિમણૂક કરવામાં આવેલ હતી સાવરકુંડલા બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ સાવરકુંડલાના નિષ્ઠાવાન ધારસભ્ય મહેશભાઈ કસવાળાએ ચૂંટાયેલા બાર એસીસીએશિનના હોદ્દેદારોને અભિનંદન પાઠવેલ હતા

IMG-20221216-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *