Gujarat

સાવરકુંડલા માં શ્રી લોહાણા મહાજન પ્રેરિત શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા આયોજિત બારમો રઘુકુળ નવરાત્રી મહોત્સવ નો આસ્થાભેર શુભારંભ થયો

સાવરકુંડલા માં શ્રી લોહાણા મહાજન પ્રેરિત શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા આયોજિત બારમો રઘુકુળ નવરાત્રી મહોત્સવ નો આસ્થાભેર શુભારંભ થયો

સાવરકુંડલા શહેરમા મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે શ્રી લોહાણા મહાજન પ્રેરિત અને શ્રી વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટ આયોજિત નવલાં નોરતાનો લોહાણા મહાજન અગ્રણીઓ અને માનવમંદિરના સંત પૂ. ભક્તિરામ બાપુની ઉપસ્થિતિમાં લોહાણા સમાજના સંતાનો માતાજીની આરતી અને સ્તુતિ સાથે લોહાણા મહાજન અગ્રણીઓ તથા પૂ. ભક્તિરામબાપુના હસ્તે દીપ પ્રગટાવીને માતાજીના ગુણગાન અને રાસ ગરબાની રમઝટ બોલાવતાં જોવા મળેલ. આ તકે પૂ. ભક્તિરામ બાપુએ હવે ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે વડીલોએ જ આગળ આવી પોતાના સંતાનોને માર્ગદર્શન આપવું પડશે. આપણી પ્રાચીન જીવન પધ્ધતિ અને જીવન મૂલ્યો રક્ષણની જવાબદારી હવે વડીલોએ જ ઉડાવવી પડશે. આવા નવલા નોરતાના ધાર્મિક કાર્યક્રમોમાં વડીલોએ સતત હાજર રહીને યુવા પેઢીને માર્ગદર્શન આપતું રહેવું જોઈએ એવી પ્રેરણાદાયી વાત કરી હતી.સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે વિરદાદા જસરાજ સેનાના તમામ સદસ્યશ્રી ઓએ જહેમત ઉઠાવી છે તેમ વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી હિતેશભાઈ સરૈયા એ જણાવ્યું હતું

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી

IMG-20220927-WA0032-2.jpg IMG-20220927-WA0030-1.jpg IMG-20220927-WA0029-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *