સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ ગણીએ તો માનવમંદિર એટલે માનવતાનું ઘર અહીં તો હરિના બાળકોનું જતન થાય છે. અને હરિના બાળકો પક્ષ વિપક્ષ અમીર ગરીબ ધર્મ સંપ્રદાયથી પર હોય છે એટલે અહીં પ્રવેશતાં મનનાં સંસ્મરણો પણ પોઝીટીવ વાયબ્રેશનના સ્વરૂપે જ પ્રગટ થાય. પૂજ્ય સંત શ્રી ભક્તિરામબાપુને મન તો સબ સમાન.. એ તો આપણે સંસારીઓ પક્ષોને કોગ્રેસ ભાજપ કે અન્ય પક્ષો તરીકે મૂલવીએ છીએ ભક્તિરામ બાપુને મન તો માનવતા વરેલી છે એટલે બાપુના હ્રદય દ્વારે તો સબ સમાન.. પૂ. ભક્તિરામબાપુએ તમામ ભેદોથી પર કેવળ પ્રેમ, સત્ય, માનવતાના પૂજારી હોય એટલે અહીં ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ માનવતાના પ્રહરી બનો તેવા આશીર્વાદ જ પૂ. ભક્તિરામ આપે એવું પ્રતિત થાય છે. એટલે જ કદાચ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર ભકિતરામબાપુનાં આશીર્વાદ લેવા પધાર્યા હશે. હા, આ સંતની એક અનોખી આભા છે. પૂ. ભક્તિરામબાપુ એટલે પ્રેમાલયનું પરબ અહીં તમામ દ્વૈષોથી પર થઈને કેવળ હરિ રસનું સંવર્ધન માનવતાની મહેંક પ્રસરાવીને થાય છે.. કહેવાય છે ને કે સબ કા માલિક તો એક હૈ ફિર યે મેરા તેરા ક્યોં?


