Gujarat

સાવરકુંડલા લીલીયાના વિધાનસભાના ભાજપના સંભવિત ધારાસભાના ઉમેદવાર તરીકે લોકોમાં ખાસ્સી ચર્ચા.. પ્રથમ ત્રણની શ્રેણીમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાનું નામ લોકપ્રિયતાના શિખરે લોકોમાં ચર્ચાય રહ્યું છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરને જ નહીં પરંતુ સમગ્ર સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારની આમૂલ શકલ બદલવાના સપના સાથે સાવરકુંડલા શહેરના વતની અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા એક અગ્રણી ઉદ્યોગપતિ હવે લોકોનાં હ્રદયમાં પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવતાં થઈ ગયા છે. આમ ગણો તો ભારતીય જનતા પાર્ટીનું  એક જ સૂત્ર છે  સૌનો સાથ સૌનો વિકાસ. બસ આ સૂત્રમાં સુરેશભાઈ પાનસુરીયા સો ટકા બંધ બેસે છે. એક તો સહ્રદયતા અને સંવેદનશીલતા જેના રકતમાં વહે છે વળી આમજનતાના  કોઈ પણ પ્રશ્ર્નો માટે તંત્રમાં ટોપ લેવલ સુધી રજૂઆતો કરી અને લોકોના પ્રાણપ્રશ્રનોને વાચા આપી લોકો કાજે અડધી રાતનો હોંકારો બનતાં સુરેશભાઈ પાનસુરીયાને જો ભારતીય જનતા પાર્ટી દ્વારા સાવરકુંડલા લીલીયાના ધારાસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે તો સાવરકુંડલા લીલીયાના વિસ્તારની વિકાસ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી એક નવો આયામ સ્થાપિત થઈ શકે તેવી સમજ અને શક્તિ ધરાવે છે. હાલ પણ સમગ્ર સાવરકુંડલા લીલીયાના તમામ વિસ્તારોમાં ફરી શિક્ષણ, આરોગ્ય જેવા મહત્વના પ્રશ્નો અંગે પાયાનું કામ કરતાં જોવા મળે છે. એમાં પણ સાવરકુંડલા શહેરની નાવલી નદીની કાયાપલટ કરવી એ તેમનું સોનેરી સપનું છે. આમ ગણીએ તો સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા હાલ અનેક સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં છે જેમાં સાવરકુંડલાના નાવલી નદીના ખમીર સમા સુરેશભાઈ પાનસુરીયાનું નામ પણ એકથી ત્રણની યાદીમાં લોકપ્રિયતાના માપદંડ પર લોકો દ્વારા ચર્ચાય રહ્યું છે. લોકો હવે ઠાલા વચનોથી થાકી ગયા છે. લોકોને પોતાના પ્રાણપ્રશ્રનોનું સો ટકા નિરાકરણ લાવી શકે તેવા યુવાન નેતાની જરૂર છે એમાં બેમત નથી.

IMG-20221019-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *