સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરી વિસ્તારના વોર્ડ નંબર -૮ ના જેરાર રોડ ,.નંદીગ્રામ સોસાયટી, જેમાં છેલ્લા આઠ – દસ માસથી શાળા નંબર ૧૦ થી ગુરુકુળ સ્કૂલ સુધીમાં લગભગ ૪ થી ૫ વાર પીવાલાયક મહી પરિએજના પાણીમાં ગટરનું દુષિત પાણી ભળી જાય છે , અને ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં પરત આવી રહ્યા છે , જે બાબત આ વિસ્તારના સ્થાનીક રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે , આ સંદર્ભે તંત્ર દ્વારા કામચલાઉ કાર્ય કરી ચાલવામાં આવે છે , પરંતુ જ્યાં ગટરમાં ભળતી પાઈપ લાઈન અવાર નવાર સાંધીને જતાં રહે છે, ક્યારેય નવી પાઈપ લાઈન ન નાખવાથી અવાર નવાર આ પ્રશ્ન ઉપસ્થિત થવા પામે છે અને હાલની પરીસ્થિતિ મુજબ પીવાલાયક પાણીમાં આ દુષિત પાણીમાં ભળવાથી પાણી પ્રદુષિત થઇ રહ્યું છે. દુષિત પાણી લોકોના સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચાડે આવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે , આ વિસ્તારમાં રહેતા રહીશોમાં નાના ભૂકેલાંઓ અને વયોવૃદ્ધ લોકોમાં આરોગ્યને હાની પહોચે છે અને માંદગીની અસર થવા પામી રહી છે નગરપાલિકાની ફરજમાં લોકોને આરોગ્ય માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની હોય છે તેમ છતાં તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી લોકોને મળી રહેલ દુષિત અને ગંદા પાણીથી આરોગ્ય માટે જોખમ રહેલું છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગેની કોઈ ઘટિત કાર્યવાહી કરવામાં આવતી નથી, તંત્ર ઘોર નિંદ્રામાં હોય, માત્ર ઔપચારિકતા મુજબ માત્ર પીવાની પાઈપ લાઈન અવારનવાર તૂટી જવા છતાં માત્ર રીપેરીંગ કરવામાં આવે છે અને થોડા સમય બાદ ફરી આ પ્રશ્ન ઉભો થવા પામે છે ત્યારે તંત્ર દ્વારા નવી પાઈપ લાઈન નાખવામાં આવતી નથી, કે લોકોને પીવા લાયક શુદ્ધ પાણી મળતું નથી , જેથી જો આ વિસ્તારમાં દિન ૭માં નવી પાઈપ લાઈન નાખવામાં નહિ આવે અને લોકોને શુદ્ધ પાણી પહોચતું કરવામાં નહિ આવે તો સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે તેમની તંત્રને જાણ કરવામાં આવી અને જેમાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા, કલ્પેશભાઈ કાનાણી, અજયભાઈ હરસોરા, લાલભાઈ વાળા, ભરતભાઈ પટેલ, મેહુલભાઈ હીરપરા, અરજણભાઈ બોરડ, મુકેશભાઈ ડોડીયા, રાજુભાઈ કથાકાર, કાન્તીભાઈ કાનાણી, ચંદુભાઈ કાનાણી, તેમજ કોંગ્રેસ સમિતિના પદાધીકારીઓ હાજર રહ્યાં હતાં,
