Gujarat

સાવરકુંડલા શહેરના મણીભાઈ ચોક સર્કલ આજે બેનર અને હોર્ડિંગ્સ ન જોવા મળયા.. સર્કલ ચોખ્ખુ ચણાંક થયું… 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા મણીભાઈ ચોક સર્કલ ખાતે લાગેલાં ચૂંટણી પ્રચારના બેનરો ગાયબ.. એવું તે શુ બન્યું હશે કે આજે સાવરકુંડલા મણીભાઈ ચોકનું સર્કલ  ચોખ્ખુ ચણાક જોવા મળ્યું.. પેલાં રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રાચારાર્થે લગાડવામાં આવેલ બેનરો ગાયબ હોય એવું લાગે છે કે પછી સલંગ્ન તંત્ર દ્વારા ચૂંટણી આચારસંહિતાના અનુસંધાને કોઈ કાર્યવાહી થઈ હશે? જો એવું હોય તો આ બેનરો લગાવતી વખતે રાજકીય પાર્ટીના ઉમેદવારોને ખબર નહીં હોય કે ચૂંટણી આચારસંહિતા મુજબ આવા બોર્ડ સરકારી મિલકત પર લગાડી શકાય નહીં? આ સંદર્ભે ચુપી કેમ છે? આમજનતા શું સમજશે? પરંતુ આ તો ચૂંટણી જંગ કહેવાય એટલે? લોકોને પણ એ વાત જાણવાની ઉત્સુકતા હોય છે કે બોર્ડ લાગ્યા તો શા માટે? અને ઉતર્યા તો પણ શા માટે? લોકોને આ સંદર્ભે રાજકીય પક્ષના ઉમેદવારો કોઈ ખુલાસો કરીને જણાવે તો વધુ ખ્યાલ આવે. અથવા સલંગ્ન તંત્ર આ મામલે લોકોને લોકજાગૃતિ અર્થે પણ માહિતગાર કરે તો આમજનતાની સાચી વાતનો ખ્યાલ આવે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *