Gujarat

સાવરકુંડલા શહેરના વેપારી અગ્રણી ભાવેશભાઈ નાગ્રેચા અને તેમના ધર્મપત્ની આરતીબેને મૃત્યુ બાદ અંગદાનનો સંકલ્પ અહીં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ અને એક્ઝિક્યુટિવ ડો. પીપળીયા સાહેબ સમક્ષ કર્યો. આમ આ ધર્મપરાયણ દંપતિએ મૃત્યુને પણ મહોત્સવ બનાવવાનો સંકલ્પ કર્યો

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરના વેપારી અગ્રણી ભાવેશભાઈ નાગ્રેચા અને તેમના ધર્મપત્ની આરતીબેન અહીં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ અને એક્ઝિક્યુટિવ ડો.પીપળીયા સાહેબ પાસે આવીને મૃત્યુ બાદ પોતાના શરીરનું અંગદાન કરવાનો સંકલ્પ કરેલ છે. આમ તો જીવન દરમિયાન વ્યક્તિ અન્યને મદદ કરી શકે છે પરંતુ મૃત્યુને પણ મહોત્સવ બનાવવાનું ખૂબ ઓછા ભાગ્યશાળી લોકોનાં નસીબમાં હોય છે. આમ આ રઘુવંશી દંપતિની સમગ્ર રઘુવંશી સમાજમાં તેની આ સેવાભાવનાની ભારે પ્રશંસા થઈ રહી છે..જો કે આવા નિર્ણયો તો પરિવારમાં ધર્મપરાયણ વાતાવરણ હોય તો જ શક્ય બને છે.
At

IMG-20220122-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *