સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હમણાં તાજેતરમા આ ચોમાસાની ઋતુ દરમિયાન કે તોકતે વાવાઝોડા બાદ શહેરનાં તૂટેલાં જાહેર રસ્તાઓનાં મરમ્મતનું કાર્ય ચાલુ થયેલ. થોડાં ઘણાં થીંગડાંઓ પણ લાગ્યા તો વળી કોઈક રસ્તા ફરી રીકાર્પેટ થવાનો પ્રારંભ થયો. જો કે એમાં પણ નબળી ગુણવત્તાની બૂમ પણ સંભળાય હતી. સાવરકુંડલા શહેરમા અહીં હાથસણી રોડ ખાતે આવેલાં આ ખોડિયાર ચોક ખાતે આવેલ મોટા મસ ખાડાની મરમ્મત કરવાની તંત્ર પાસે રજૂઆત કરવાનાં અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયાં હતાં.. હાલ અડધા ખાડાની મરમ્મત થઈ ચૂકી છે અને અડધાનાં મૂહૂર્તની રાહ જોવાય રહી છે. તો તાકીદે આ જાહેર રસ્તા પરનાં અડધા ખાડાની મરમ્મત થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
