સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સા.કુંડલા નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકાનું સુકાન પ્રમુખ પતિ રાજુભાઈ દોશી અને ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તમામ સદસ્યો એ સંભાળતા જ બને સ્મશાનમા ક્યારેય કોઈપણ પ્રકારની અગવડતા પડવા નથી દીધી અને ખરા અર્થમાં લોકોપયોગી
નગરપાલિકા દ્વારા સેવાઓ કરવામા આવે છે. તેમજ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તમામ સદસ્યોની ટીમ જનતા બાગમાં પણ અવારનવાર સાફ સફાઈ કરાવતાં હોય છે લોકોની સુખાકારી માટે કાયમ કામ કરતા હોય છે. જાહેરમાં લોકમુખે ચર્ચા પણ ઠેઠ ઠેકાણે થાય છે કે સાવરકુંડલા શહેર માટે નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી ક્યારેય ફોટા શેશન કે દેખાડવા માટે ન હોય પરંતુ સતત લોક ઉપયોગી સેવાઓ કરતા હોય છે ઉપપ્રમુખને નિયમિત સ્મશાનની અદ્ભૂત કામગીરી કરતાં જોવા મળેલ હતાં. કોરોના વખતે કેટલાય શહેરોનાં સ્મશાનમાં છાણાં લાકડા ખુટી પડ્યા હતા પણ સાવરકુંડલા બંને સ્મશાનમાં નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી ઉપ પ્રમુખ જયસુખભાઈ અને તેમની સાથે તમામ સદસ્યો ખેડુતોના ખેતરો વાડીએથી લાકડા લાવી ગજબની અને અદ્ભૂત સેવાઓ કરી હતી તેમજ ઉપપ્રમુખ જયસુખભાઈએ ગામડામાં પણ સરપંચ તેમજ ગામના આગેવાનોની સાથે તેમના સંબંધોને કારણે ગામડાંઓ જેવાં કે ભુવા.. બોરાળા. હાથસણી, પીયાવા તેમજ સીમરણ, જૂના સાવર જેવાં ગામે ગામથી ફ્રીમા લાકડા આપવામાં આવેલ તેમજ આજે પણ રોડ રસ્તાઓની સારી કામગીરી કરાવવા તેવો ક્યારેય ફોટો શેશન નથી કરતાં પણ જયસુખભાઈ નાકરાણી બધા સદસ્યોને સાથે રાખી શહેરના વિકાસ કામો માટે સતત કામગીરી કરી રહયા છે.. તાજેતરમાં સાવરકુંડલા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના ચુટણી પ્રચાર માટે વોર્ડ નંબર ૩ માં સદસ્યો અને કાર્યકરોને સાથે રાખીને વડીલોનું માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર ૩ માં ૧૨૧૭ મતોની લીડ મહેશભાઈ કસવાલા સાહેબને અપાવીને ભવ્ય વિજયના મુકુટમાં એક નવરંગી મોરપીછ ઉમેર્યું. આપ પાર્ટીના ધરમાંથી પણ ભાજપની લીડ કઢાવનાર સંનિષ્ઠ કાર્યકર અને પાયાના પથ્થર એવા જયસુખભાઇ નાકરાણી નાકરાણી ઉપપ્રમુખની કાર્યશૈલીની શહેરમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે.


