સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ભરબજાર અને એ પણ મેઈન બઝારમાં નેશનલ હાઈવે પસાર થતો હોય એવી બજારમાં આજે બાયપાસ રોડ હજુ શરૂ ન થવાને કારણે લોકોને ટ્રાફિક સંદર્ભે ભારે હાલાકી ભોગવવી પડે છે અને અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ છે. આજરોજ લગભગ બપોરના એક વાગ્યાના અરસામાં આ દ્રશ્ય આપ જોઈ શકો છો.. માલ અનલોડિંગ કરતી વખતે માત્ર પાંચ કે દસ મિનિટ પણ જો ભરબજારે કોઈ ટ્રક ઊભો રહે તો ટ્રાફિક વ્યવસ્થાની કેવી હાલત થાય છે? તે જોઈ શકાય છે. હા, વેપારીઓને પણ વેપાર કરવા માટે ચીજવસ્તુઓની અર્થાત્ માલની જરૂર પડે અને તેને પોતાની દુકાનોમાં ઠાલવવો પણ પડે એમાં વળી આ તો દિવાળીના દિવસો એટલે લોકોની ખરીદી પણ સામાન્યતઃ રોજિંદા કરતાં થોડી વધુ હોય. આવી પરિસ્થિતિમાં લોકો પહોળા રસ્તા અને ટ્રાફિકને અડચણ ન આવે એવું અવશ્ય ઈચ્છે. આવી પરિસ્થિતિમાં શહેરની નદીમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર સરળતાથી ટ્રાફિક અડચણ વગર લોકો પણ પોતાના વાહનો કે પગપાળા સરળતાથી આવજાવ કરી શકે તેવું તંત્ર દ્વારા વ્યવસ્થા નિર્માણ થાય એ જ સમયની માંગ છે.

