Gujarat

સાવરકુંડલા શહેરનું માનીતા  નામ સોનિક જ્વેલર્સે ફાઉન્ડેશને શિશુનાં શમણાંને એક મીઠી મહેંક અર્પી. આ ઉતરાયણના પર્વને અનુલક્ષીને શિશુના મુખ પર સ્મિત લાવવાનો એક નમ્ર પ્રયાસ. સાવરકુંડલા શહેરનાં વિવિધ વિસ્તારોમાં નાનાં નાનાં ભૂલકાઓને મમરાંનાં લાડુ અને ખજુરનું વિતરણ 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
કોઈના મુખ પર સ્મિત લાવી તો જૂઓ, ગંગા વહે છે પુણ્ય કેરી સાદ માનવસેવાના બે પાડી તો જૂઓ, છે શ્રેષ્ઠ આ કાળ દાનપુણ્ય માટે, વહેતાં દડ દડ આંસુ કોઈના ખાળી તો જૂઓ, બસ એક શમણું શિશુની આંખમાં વાવી તો જૂઓ, છે વૈભવ આ સંવેદના કેરો આપનાં હર્દયના ઢાળિયે ઢાળી તો જૂઓ.  નાના -નાના ભૂલકાઓના ચહેરા પર ખુશીની લહેર  લાવવાનો મકરસંક્રાંતિ ના તહેવાર નિમિતે એક નમ્ર પ્રયાસ . સોનિક જવેલર્સ  ફાઉન્ડેશન દ્વારા મમરાના લાડુનું એરિયા વાઈઝ વિતરણ કરવામાં આવેલ. જેમાં
જેસર રોડ ( મોમાઈ વાડી ) ૨૦૦ પેકેટ
ગિરધરવાવ – ૨૦૦ પેકેટ, કોલેજ પાછળ – ૨૫૦ પેકેટ
કેવડા પરા (ગાયત્રી મંદિર પાછળ ) – ૨૦૦ પેકેટ હાથસણી રોડ આસોપાલવથી આગળ  – ૨૫૦ પેકેટ ભમોદ્રા રોડ – ૧૦૦ પેકેટ વાલ્મિકી નગર (અમરેલી રોડ ) -૨૦૦ પેકેટ  વ્યાયામ મંદિર પાસે – ૧૦૦ પેકેટ ગોંદરો – ૧૦૦ પેકેટ  ૧૬૦૦ પેકેટ ટોટલ સાથે એક એક પેકેટ ખજૂર પણ વિતરણ કરવામાં આવેલ.

IMG-20220113-WA0291.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *