Gujarat

સાવરકુંડલા શહેરમા આવેલ માનવસેવાની અવિરત જ્યોત જલાવતાં ભૂખ્યાને ભોજનનો સંદેશ સાર્થક કરતા કબીર ટેકરી આશ્રમ ખાતે કબીર ટેકરીના મહંત પ. પૂ. શ્રી નારાણદાસ સાહેબનાં સાંનિધ્યમાં સાહિત્ય સર્જક અને મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તા:૪-૧૨-૨૦૨૨ને રવિવારના રોજ અમરેલીના સર્જકોનો સ્નેહમિલન અને ડો.ગીતાબેન ગીડાનો અભિવાદન કાર્યક્રમ કબીર ટેકરી આશ્રમ ખાતે મહંત પ. પૂ. શ્રીનારણદાસ  સાહેબના અધ્યક્ષપદ નીચે યોજાયો.અનેકવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ કબીર ટેકરી .સા.કુંડલા  દ્વારા થઈ રહી છે.પ. પૂ. શ્રીનારણદાસ સાહેબ સાહિત્યને પણ પ્રોત્સાહિત કરે છે.એ અંતર્ગત સર્જકોનો એક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પૂ. નારણદાસ સાહેબના આશીર્વચન  અને કબીર સાહેબના આધ્યાત્મિક પ્રદાનની સાહેબે ખૂબ માર્મિક વાત કરી.આ પ્રસંગે ઘનશ્યામબાપુ પણ ઉપસ્થિત રહ્યા.અને સર્જકોને આશીર્વચન સાથે પ્રોત્સાહિત કર્યા હતાં. ઉમેશ ચાવડાએ કબીર આશ્રમની અનેક વિધ પ્રવૃતિઓ વર્ણવી.અને દરેક સર્જકે પોતાની એક વાર્તા,લઘુકથા કે કાવ્ય કૃતિની રજૂઆત કરી.
ડો.ગીતાબેન ગીડા-ડાયરેકટર આકાશવાણી રાજકોટનો અભિવાદન કાર્યક્રમ સાથે સંપન્ન થયો.સાહિત્ય ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું.અને વ્યક્તિગત પણ સર્જકોએ તેમનું સન્માન કર્યું. ઉપસ્થિત ૩૫ જેટલા સર્જકો-ભાવકો દ્વારા ગોરધન ભેંસાણિયા, વૈદેહી પરમાર,રવજીભાઈ કાચા,વિંઝુડાભાઈ,સંગીતાબેન,હસમુખભાઈ,
કનુભાઈ,કનવર,પરેશ મહેતા,પરમારભાઈ,જિજ્ઞાબેન,
હરગોવિંદ પંડયા,અરવિંદભાઈ દવે,બોસમિયાભાઈ વગેરે સર્જકોએ કૃતિ રસાસ્વાદ કરાવ્યો.
પ્રાસંગિક વાત વાસુદેવ સોઢા,સુધીર મહેતા,નાનાભાઈ ત્રિવેદી,મયુરભાઈ દવે ,મંગળુભાઈ ખુમાણ વગેરેએ કરી. જાગૃતિબેન રાજગુરુ,ઉમેશ ચાવડા,જિજ્ઞાબેન ,સઁજય મકવાણા ગીતાબેન અને નારાયણ સાહેબ હસ્તે સન્માન કરવામાં આવ્યું. દયાબેન,ભારતીબેન,
દક્ષિતાબેન,પારુલબેન,દક્ષાબેન,પણ સન્માનમાં જોડાયા.
ફિરોજભાઈ,બાબુભાઇ,અને પત્રકાર માલિકભાઈ,કુમારભાઈ ઉપસ્થિત રહ્યા હતાં .ડો.ગીતાબેન ગીડાએ એમના તરફથી સર્જકોને પ્રતીક ભેટ આપીને અભિવાદન કર્યું. મોરઝરથી આવેલા ખેડૂત માત્ર ભાવક રમુભાઈએ કાર્યક્રમની ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદયભાઈ દેસાઈએ વિશિષ્ટ અને ભાવવાહી પ્રસંગોચિત કર્યું. બપોરનું ભોજન કબીર ટેકરી,નારણદાસ સાહેબ સાથે તમામ સર્જકો ભાવકો ઉપસ્થિત મહેમાનોએ ભોજન લઈ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.એક યાદગાર અને અલભ્ય કાર્યક્રમ રહ્યો.

Screenshot_20221206-113512_Drive.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *