સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
બીજું કંઈ ન થાય તો કંઈ નહીં પરંતુ સાવરકુંડલા ખાતે દેવળા ગેઈટ ખાતે આવેલ ઈન્ડેન ગેસ એજન્સી દ્વારા એલ.પી.જી. ગેસ બોટલ રીફીલ માટે બુકિંગ કરાવવા આવતાં ગ્રાહકો માટે આ બળબળતા ધોમ ધખતાં તડકાથી રક્ષણ મળે તે હેતુથી છાયડો થાય એવું તો કંઈક કરો. .જો કે આ ધોમધખતાં તડકામાં ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા પણ અહીં એલ.પી.જી ગેસ બોટલ રીફીલ બુકિંગ માટે આવતાં લોકો માટે હોવી તો જોઈએ એવું કતારમાં ગેસ બોટલ રીફીલ બુકિંગ માટે ઉભેલાં ગ્રાહકો કર્ણોપકર્ણ વાતો કરતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરની નેતાગીરી પણ આ સંદર્ભે યોગ્ય ધ્યાન આપી તાત્કાલિક ધોરણે એલ.પી.જી ગેસ બોટલ રીફીલ બુકિંગ માટે બહાર ઉભેલા લોકો માટે છાંયડાની વ્યવસ્થા કરાવે. કોઈ વૃધ્ધ વ્યક્તિ પણ આ રીફીલ બુકિંગમાં ઊભા હોય છે અને ઉનાળાનો સમય છે. પીવાનું પાણી ન મળવાના અભાવે પણ કોઈ વ્યક્તિ ડીહાઈડ્રેશનનો ભોગ બની પણ શકે છે. ખાસકરીને અહીં એલ. પી. જી. ગેસ બોટલ રીફીલ બુકિંગ અર્થે આવતાં વૃધ્ધજનોની પીડા પણ ધ્યાનમા લેવી જોઈએ. જો કે આ માટે સિનિયર સિટીઝન માટે અલાયદી વ્યવસ્થા જ કરવી જોઈએ એવું પણ લોકમુખે ચર્ચાઈ છે. સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ પોલીસ ચોકી પાસે ઘણી વખત એલ.પી.જી.ગેસ રીફીલ બુકિંગ માટે આવતાં ગ્રાહકોની લાંબી કતારો પણ જોવા મળે છે અને પરિણામસ્વરૂપે ટ્રાફિક અડચણ જેવી સમસ્યાઓ પણ શહેરના આ મધ્ય વિસ્તારમાં જોવા મળતી હોય છે.