Gujarat

સાવરકુંડલા શહેરમા શિયાળાની ઋતુમાં તલની સાની આરોગનાની મજા જ કંઈ ઓર હોય છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શિયાળો શરૂ થતાં જ તલની સાની સાવરકુંડલાની બજારમાં વેચાણ અર્થે જોવા મળે છે. આમ તો તલને  ઘાણીમાં પીલીને એની સાથે દેશી ગોળ મિક્સ કરીને એ તલના તેલથી લચપચતી તલની સાની આરોગવાની મજા જ કંઈ ઓર હોય છે. એ સાની ઉપર ટોપરાનો ભૂક્કો, કાજુ બદામ, ટુટીફ્રુટી, ચેરી સાથે પણ તલની સાની શિયાળનું વસાણું કહેવાય છે. હાલ તલ મોંઘા હોય સફેદ તલની એક કિલો સાનીના ૧૮૦ રૂપિયા જ્યારે કાળા તલની સાનીના એક કિલો ૨૦૦ રૂપિયે સાવરકુંડલા શહેરમા વેચાતી જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને આગવાન વાળાની તલની સાની અહીંથી છેક મુંબઈ અમદાવાદ વસતાં સાવરકુંડલાવાસીઓ પણ મંગાવતાં જોવા મળે છે.  પ્રસ્તુત તસવીરમાં તલની સાની લાઈવ બનતી જોઇ શકાય છે. કહેવાય છે કે શિયાળામાં તલની સાની ખાવાથી શરીરમા એક અનોખી ઉર્જા અને ચેતનાનો આવિર્ભાવ થાય છે. આમ પણ શિયાળો એટલે ભરપેટ આવા સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વસાણાં આરોગવાનો શ્રેષ્ઠ સમય..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *