Gujarat

સાવરકુંડલા શહેરમા શિયાળો તો હજુ ડગુમગુ છે પરંતુ લીલાં શાકભાજી સસ્તા થયાં.. શિયાળાની ખાસ આઈટમ એટલે દેશી રીંગણાંનો ઓળો.. અને રીંગણાં તો હાલ ખૂબ સસ્તા ભાવે વેચાતાં જોવા મળે છે. ટમેટાનો સ્ટોક પણ માર્કેટમાં ઢગલાબંધ સસ્તા ભાવે વેચાતો જોવા મળે છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શિયાળો તો હજુ ડગુમગુ છે. વાતાવરણમાં જોઈએ તેટલી ઠંડી નથી. પરંતુ શિયાળાની ભેટ એટલે શાકભાજી. તાજા અને સસ્તા શાકભાજી  શાકમાર્કેટમાં વેચાતા જોવા મળ્યા. જેમાં ટમેટા, ગાજર, મૂળા, મેથી, પાલખની ભાજી, રીંગણાં, દેશી લીલા મરચા , લીલાં વટાણાં વાલોળ, દુધી જેવા શાકભાજી તો બિલકુલ સસ્તા વેચાતાં જોવા મળ્યા.
આમ તો  શિયાળાની સિઝનમાં લોકો પણ દુધી અને ગાજરનો હલવો બનાવી પ્રેમથી આરોગી શકે એટલે આવાં લીલાં શાકભાજી .પેટભરીને ખવાય તેટલા આરોગ્ય માટે સ્વાસ્થ્યવર્ધક ગણાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *