Gujarat

સાવરકુંડલા શહેરમા શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત નિ.લી.પૂ.પા. ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી ( પૂ. વિઠ્ઠબાવાશ્રી) ૧૦૫ પ્રાગટ્ય દિન ઉત્સવ નાવલી નદી કાંઠે બેઠકજી ખાતે ઉજવાયો. આજે સાવરકુંડલા નગરી થઈ વૈષ્ણવ ઘેલી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા આયોજિત નિ.લી.પૂ.પા. ગૌ. ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. વિઠ્ઠબાવાશ્રી) ૧૦૫ મો પ્રાગટ્ય દિન ઉત્સવ. શ્રાવણ સુદ પાંચમ ને મંગળવારે તારીખ ૨-૮-૨૦૨૨ ના રોજ મુખ્ય મનોરથી સોની શ્રી પ. ભ. ગૌ. વા. રસિકભાઈ બેચરભાઈ સાગર, પ. ભ. ગૌ.વા. મંજુલાબેન રસિકભાઈ સાગર, સોની શ્રી પ. ભ. અ.સૌ. છાયાબેન અશ્વીનભાઈ સાગર, પ. ભ. અ. સૌ. ઈલાબેન કુંતલભાઈ સાગર, પ. ભ. અ. સૌ. ડો. દીપાલીબેન પાર્થભાઈ સાગર, પ. ભ. કુ. ડો.રીમાબેન કુંતલભાઈ સાગર, સાગર મશીનરી સ્ટોર સાવરકુંડલા, સોની પ. ભ. શ્રી બેચરભાઈ વશરામભાઈ સાગર પરિવાર. સાથે ખૂબ જ ઉત્સાહજનક વાતાવરણમાં ધામધૂમથી ભારે શ્રધ્ધા આસ્થા અને ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી. આ મંગલ પ્રસંગે સાવરકુંડલા શહેરના અંદાજિત ૧૮૦૦ થી વધારે વૈષ્ણવોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
આ પાવન પ્રસંગે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત, કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખપતિ રાજુભાઈ દોશી, લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ કરશનભાઈ ડોબરીયા, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક, અમરેલી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિપુલભાઈ દુધાત, સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા, આ સંસ્થાના ટ્રસ્ટી વિજયભાઈ વસાણી, મુકુંદભાઈ ચંદારાણા, રાજુભાઈ શીંગાળા, અષ્કાંતભાઈ સૂચક, સાગર પરિવાર સમેત વૈષ્ણવોએ આ મંગલ પ્રસંગના  આ ઉત્સવનો લ્હાવો લીધો હતો. આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
આમ તો બેઠકજી તરફ જતો રસ્તો બારેમાસ અવરજવર કરી શકાય તેવો આર. સી. સી. રોડ બને તો આવા મંગલ પ્રસંગે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય અને સરળતાથી અને સુલભ રીતે લોકો આવા પવિત્ર પ્રસંગનો આનંદ લઈ શકે. આ સંદર્ભે સંલગ્ન તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને આ વિસ્તારમાં પાકો આર. સી. સી. રોડ બારે મહિના અવરજવર થઈ શકે તેવો બને તે અત્યંત આવશ્યક છે.

20220802_133928.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *