Gujarat

સાવરકુંડલા શહેરમાં આ ડીસેમ્બર મહિનાનો પ્રારંભ તો થયો પરંતુ હજુ પણ શિયાળો જોઈએ તેવો જામતો નથી. આજે મતદાન દિવસ હોય લોકો મતદાન કરીને પોતે મતદાન કર્યું છે એવી તસવીરો પણ સોશ્યલ મિડિયામાં ફરતી કરતાં જોવા મળે છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા દેશી માસનો માગશર અને અંગ્રેજી માસનો ડિસેમ્બરનો પ્રારંભ થયો તો પણ હજુ શિયાળો જોઈએ તેવો જામતો નથી.. હા, ચૂંટણી પર્વનો આજે મતદાન દિવસ હોય મતદાનની પ્રક્રિયા શરૂ છે એટલે રાજકીય પક્ષોના ઉમેદવારો પણ આ ચૂંટણી જંગ જીતવા માટે વધુમાં વધુ મતદારો મતદાન કરે તેવા પ્રયાસો કરતાં જોવા મળે છે.  મતદાનની ટકાવારી વધે તે માટે તમામ પ્રયત્નશીલ છે. જાહેર મિડિયા, જેવા કે  ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ટ્વીટર, વોટ્સએપ દ્વારા મતદારોને મતદાન કરવા જાહેર અપીલ કરતાં જોવા મળે છે. તો વળી ઘણા મતદારો મતદાન કર્યાં બાદ પોતે મતદાન કરેલ છે. એવી તસવીરો પણ સોશ્યલ મિડિયાના માધ્યમોથી ફરતી મૂકતાં જોવા મળે છે. પરંતુ આ શિયાળાની ઠંડી હજુ જોઈએ તેવી વાતાવરણમાં જોવા મળતી નથી.. આને ગ્લોબલ વોર્મિંગની અસર કહીએ કે ક્લાઈમેટ ચેન્જ? જે કહો તે હજુ શિયાળાની એ ઓરિજિનલ સોડમ હજુ જામી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *