સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં ઘર ઘર ગેસ પાઈપ લાઈન દ્વારા પહોંચાડવાની કામગીરી વેગમાં થતી જોવા મળે છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરનાં મહાકાળી ચોક વિસ્તારમાં ભૂગર્ભ ખોદકામ કરી પાઈપલાઈન બિછાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાઈપ લાઈન દ્વારા રાંધણ ગેસની સગવડ મળતાં ગૃહિણીઓ માટે બાટલો ખલાસની રામાયણનો અંત આવશે.. ગેસ રિફિલ કરાવવા માટે લાગતી કતારોમાંથી મુક્તિ મળશે.. ચાલુ કામગીરી જોતા અંદાજિત એક વર્ષની અંદર સાવરકુંડલા શહેરના ઘણા વિસ્તારોમાં પાઈપ લાઈન દ્વારા રસોઈ ગેસ મળવાનું શરૂ થશે તેવું પ્રારંભિક કામગીરીને જોતા લાગે છે.

