સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હા સમય બદલાય એટલે બધું બદલાઈ જાય છે. સાવરકુંડલા શહેરમાં લટાર મારો તો ભાગ્યે જ ઘડિયાળ રિપેરીંગની દુકાનો જોવા મળે છે. હા, જે એકાદ બે છે ત્યાં પણ લોકો લગભગ ઘડિયાળના સેલ અને વોલ કલોક માટે જ આવે છે. આમ ગણીએ તો આ ડીઝીટલ હાઈટેક યુગમાં કાંટા દર્શાવતી કાંડા ઘડિયાળ પણ લગભગ નહિવત જોવા મળે છે. હા, થોડી ઘણી ઘડિયાળો પણ ડીઝીટલ ફોર્મમાં એટલે કે ડીઝીટલ આંકડા દર્શાવતી ઘડિયાળ જોવા મળે છે. આમ ખરેખર એક વાત તો સ્પષ્ટ છે કે સમય પ્રમાણે હવે વ્યાવસાયિક અભિગમ પણ વ્યક્તિએ બદલવો પડે છે. લોકો પાસે સેલ ફોન આવી જતાં કાંડા ઘડિયાળને લગભગ તિલાંજલિ જ મળી છે. એટલે જ કોઈ કે સરસ પંક્તિ દ્વારા લખ્યું છે કે સમય બદલાય ત્યારે બધું બદલાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં ઘડિયાળ રીપેરીંગ વ્યવસાય પણ હવે આ ડીઝીટલ હાઈટેક યુગમાં માંદગીના બિછાને પડ્યો હોય તેવું અવશ્ય કહી શકાય.. હવે તો જો કાંડા ઘડિયાળ ખોટવાય તો સીધે સીધી આખી સર્કિટ જ બદલી નાખવામાં આવે છે…આમ વોચરિપેરીંગ વ્યવસાય પણ હવે લુપ્ત થવાના આરે છે.. બદલતાં સમયને સલામ છે.. બસ વક્ત કે સાથ ચલો.. યે વક્ત બડી ખૂબસૂરત બલા હૈ.!! આમ પણ ઘડિયાળ અને સમયદર્શક યંત્રોનો પણ એક. અનોખો ઈતિહાસ છે. પ્રાચીન કાળમાં લોકો સૂર્ય ચંદ્ર અને તારાઓની સ્થિતિ પરથી સમયનું અનુમાન લગાવતાં.. કાળ ક્રમે એમાં ઘણાં સુધારા જોવા મળેલ.

