સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં બપોર પછી ભારે પવનના સુસવાટા સાથે પવનના ઝટકાની શરૂઆત.. બદલતાં કમોસમી મોસમની આ શરૂઆત પણ કહી શકાય. હવે ચોમાસાનો પ્રારંભ પણ થોડો વહેલો થશે તેવું વાતાવરણને જોતા પૂર્વાનુમાન.. પર્યાવરણની જાળવણી માટે લોકોએ સચેત રહેવું જોઈએ. આમ તો છેલ્લાં ઘણાં સમયથી પ્રખર તાપ અને ગરમીને કારણે લોકો પણ ભારે અકળામણ અનુભવતાં જોવા મળેલ એવાં સમયે આ બદલતાં મોસમની પેટર્ન પણ લોકો માટે આફતરૂપ ન બને એ સંદર્ભમાં લોકો પણ ગયા વર્ષના તોકતે વાવાઝોડુંની આફતથી આ વર્ષે પણ કોઈ આવા આફત તો નહીં આવે એ અંગે ગર્ભિત ભય તો ચોક્કસ અનુભવતાં જોવા મળે છે. ખાસકરીને આ જોરદાર પવનના કારણે આંબા પરની કેરીના પાકને નુકસાનીનો ભય સેવાય રહ્યો છે. જો કે લોકો પણ આ બદલતાં હવામાનની પેટર્ન અંગે ચિંતાગ્રસ્ત તો છે..
