સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આવેલ મણીભાઈ ચોક ખાતે કન્યા કેળવણી માટે સમર્પિત અભિગમ ધરાવતી સરકારી પ્રાથમિક કન્યા શાળા પે સેન્ટર શાળા નંબર બે માં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાન સપ્તાહ નિમિત્તે શિબીરનુ આયોજન કરવામાં આવેલ આ તકે શાળાના તમામ કર્મચારીઓએ અને આચાર્યા ભારતીબેન રાઠોડ સહિત કન્યા શાળાના વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી રવીભાઈ મહેતા બિપીનભાઈ પાંધી અને હર્ષદભાઈ જોશીએ શાળાની વિદ્યાર્થીનીઓને ગ્રાહક સુરક્ષા માટેની જાગૃતિ અંગે ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીથી અવગત કરાવ્યાં હતાં. આ શિબીર દરમિયાન શાળાની ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ રસપૂર્વક તમામ વક્તાઓને સાંભળી એક અનોખી શિસ્તનો પરિચય આપેલ હતો. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક અને સુંદરરીતે સંપન થયો હતો. અંતમા શાળાના આચાર્યા ભારતીબેન રાઠોડે આભાર દર્શન દરમિયાન બાળકોને ડીઝીટલ પેમેન્ટ વિશે પ્રેક્ટિસ માર્ગદર્શન આપ્યું હતું. અને ડીઝીટલ ટ્રાન્ઝેક્શન દરમિયાન રાખવાની સાવચેતીની વિગતે વાત કરી હતી. આમ ખૂબ સૌહાર્દ પૂર્ણ વાતાવરણમાં સમગ્ર કાર્યક્રમનું સમાપન થયું હતું.


