સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ)માં આજે પણ ચાર વર્ષથી મોટા બાળકોની પ્રવેશ ટિકિટ લેવાય છે. શૈશવ એ જ તો યુવાધનનું પ્રતિબિંબ છે. જો શૈશવ જ કરમાશે તો યુવાધન ક્યાંથી પાંગરશે ? આમ ગણો તો આ બાગમાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેવું વાતાવરણ તો છે. પરંતુ ગરીબીમાં સબડતાં એ શૈશવને આ બાગમાં પ્રવેશવા માટે પૈસા ક્યાંથી લાવવા? વિકાસની વાતો વચ્ચે કમસેકમ પ્રાથમિક શિક્ષણ સુધી અભ્યાસ કરતાં અથવા તેટલી વય ધરાવતા બાળકોનો પ્રવેશ તો નિશુલ્ક હોવો ન જોઈએ.? આ તો આજે બાલદિન છે એટલે લાગ્યું એટલે લખ્યું.. તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈ શૈશવને ખિલવાનો અધિકાર મળે તો પણ આપણું યુવાધન સમૃધ્ધ બને એ વાત પણ નિર્વિવાદ છે..અને યૌવનને પણ યોગ્ય દિશામાં ઉડાન મળે.

