Gujarat

સાવરકુંડલા શહેરમાં સોમવાર તારીખ ૩નાં રોજ ૧૫+ બાળકોને પણ રસીનાં ડોઝ આપવાનો પ્રારંભ થશે. લોકોએ નિર્ભિક થઈને રસીકરણ માટે આગળ આવવું જોઈએ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
અહીં સાવરકુંડલા શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરનાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સમેત અન્ય વિસ્તારોમાં કોવિડ રસીકરણ અંતર્ગત શાળાઓ અને કોલેજમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત કેમ્પ યોજાશે.  કોરોના રસીકરણ કેમ્પ અંતર્ગત તારીખ:-૦૩-૦૧-૨૦૨૨ સોમવાર સમય :- ૯:૦૦ થી ૫ સુધી
કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ અને ૮૪ દિવસ બાદનો બીજો ડોઝ  ૧૫ + બાળકોનું કો વેક્સિનનું રસીકરણ થશે, નીચેના સ્થળેથી લય શકશો.સાથે આધાર કાર્ડ તથા મોબાઈલ નંબર સાથે લાવવું (૧) અર્બન હેલ્થ સેન્ટર -મણીનગર સા.કુ.(૨) લોહાણા મહાજન વાડી , નદી વિસ્તાર ,સદભાવના આયોજિત (વોર્ડ ૭)(૩) એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ (વોર્ડ ૪)(૪) કે.કે.હાઈ સ્કુલ  (વોડૅ-૬) (૫)   મહિલા આર્ટસ કૉલેજ   (વોર્ડ-૬) (૬) એ.કે.ઘેલાણી પોલી ટેકનિક સ્કૂલ (વોર્ડ ૬).
ખાસ કરીને જે ૧૫+ નાં બાળકો માટે સોમવાર તારીખ ત્રણથી  શરૂ થતી રસીકરણ ઝુંબેશ દરમિયાન નિર્ભય થઈને બાળકોએ વેકસીન લેવી જોઈએ એવી અહીં સાવરકુંડલા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિનંતી પણ કરવામાં આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *