સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સમગ્ર ભારત દેશમાં માનવ અધિકારોના રક્ષણ અંગે કાર્યરત ભારતીય માનવ અધિકાર એસોસિએશન ( INDIAN HUMAN RIGHTS ASSOCIATION )ના અમરેલી જીલ્લા કલ્યાણ સચિવ તરીકે સાવરકુંડલાના જાણીતા એડવોકેટ અને સામાજિક અગ્રણી ભુપેન્દ્રભાઇ રાઠોડની વરણી કરવામાં આવી છે. આ સંસ્થાની નવી દિલ્હી ખાતેની કચેરીની સુચના મુજબ ભારતીય માનવ અધિકાર એસોસિએશન અમરેલી જીલ્લા પ્રમુખ શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા શ્રી ભુપેન્દ્રભાઇ રાઠોડની વરણી કરવામાં આવી છે. સાવરકુંડલા તથા સમગ્ર અમરેલી જીલ્લામાં હરહંમેશ લોકપ્રશ્નનો અંગે અધિકારીઓ અને સરકારશ્રીમાં રજુઆત કરનાર ભુપેન્દ્રભાઇ રાઠોડની આ વરણીથી લોકોની પાયાની મુશ્કેલીઓ તથા લોકોના માનવ અધિકારોનુ રક્ષણ કરવાનો પ્રયત્ન થશે. ભારતીય માનવ અધિકાર એસોસિએશનના અમરેલી જીલ્લા કલ્યાણ સચિવ તરીકે ભુપેન્દ્રભાઇ રાઠોડની વરણીને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.


